Abtak Media Google News

સરકાર ૪૨ હજાર કરોડ રૂપિયાની યોજનાથી સ્થાનિક મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહિત કરશે

વિશ્ર્વભરમાં લાખો કરોડો લોકો મોબાઈલનો ઉપયોગ કરતા નજરે પડે છે ત્યારે ભારત દેશમાં પણ આજ સ્થિતિ યથાવત અને સંભવિત જોવા મળી રહી છે ત્યારે હવે સ્માર્ટ મોબાઈલ માટે સ્માર્ટ ઈન્ડિયા તૈયાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સરકાર આગામી દિવસોમાં ૪૨ હજાર કરોડ રૂપિયાની સહાય કરી સ્થાનિક સ્તર પર મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહિત કરી મેક ઈન ઈન્ડિયાને વેગવંતુ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. બીજી તરફ મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રને વેગ મળવાની સાથે જ રોજગારીની પણ અમોલ તક ઉભી થશે. અંદાજ મુજબ ૨ લાખ નવી રોજગારીની તકો ઉભી થવાથી દેશમાં જે બેરોજગારીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તેના ઉપર પૂર્ણવિરામ મુકાશે.

Advertisement

હાલ ભારતમાં સ્થાનિક કંપનીઓ જેવી કે લાવા, કાર્બન, માઈક્રોમેકસ અને ઈન્ટેકસ કંપની મોબાઈલ ઉત્પાદન કરી રહી છે પરંતુ પૂર્ણ: સ્વદેશી ન હોવાનાં કારણે જે વિદેશી હુંડિયામણ દેશમાં બચવું જોઈએ તેનો બચાવ થઈ શકતો નથી. સેમસંગ, એપલ જેવી કંપનીઓનાં ફોન વિદેશથી ભારતમાં આવે છે અને લોકોને બહારની કંપનીઓ પર પૂર્ણ: ભરોસો હોય તેવું પણ લાગી રહ્યું છે. આના કારણોસર જે વિદેશી હુંડિયામણ દેશમાં બચવું જોઈએ તે બચી શકતું નથી. ઘણા સમય પહેલા એપલનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તેઓએ ભારતમાં મોબાઈલ પ્લાન્ટ સ્થાપવા માટેનો નનૈયો કર્યો હતો પરંતુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવામાં આવે જેનાથી રોજગારીની અમોલ તકો પણ ઉભી થાય અને વિદેશી હુંડિયામણ પણ બચી રહે. આજ મુદાને ધ્યાને લઈ સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટને વેગવંતુ બનાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

ડિજિટલ ઈન્ડિયા સાથો સાથ મેક ઈન ઈન્ડિયા જેવી યોજનાઓ ભારતનાં અર્થતંત્રને વિકસિત કરવા અને વેગવંતુ બનાવવા માટે કાર્યરત રહેશે તો તેની અસર ભારત દેશને ખુબ સારી રીતે જોવા મળશે. સરકાર દ્વારા સ્ટાર્ટઅપને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમાં પણ જયારે સ્થાનિક સ્તર પર જો મોબાઈલ ઉત્પાદન કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવે તો મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ ઉત્પાદકોને ઘણાખરા લાભો પણ મળી શકશે. સ્થાનિક ઉત્પાદન વધવાની સાથે જ સરકાર દ્વારા જે સહાય આપવામાં આવતી હોય તેમાં પણ વધારો કરવામાં આવશે. વડાપ્રધાન મોદી દ્વારા એ વાતની પણ આડકતરી રીતે સ્પષ્ટતા થઈ રહી છે કે, આવનારા સમયમાં જે કોઈ મોબાઈલ ઉત્પાદન કરતી કં૫નીઓ છે તે તેના પ્લાન્ટ ભારતમાં સ્થાપિત કરે જેથી રોજગારીની તકો પણ ઉદભવિત થાય અને જે હેવી ડયુટી લગાવવામાં આવે છે તેમાં પણ ઘટાડો થઈ શકે જે રીતે લોકો સ્માર્ટ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે દેશ હવે સ્માર્ટ ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે.

4 Banna For Site

દેશને વૈશ્વિક સ્તર પર મેન્યુફેકચરીંગ હબ બનાવવા તરફ સરકારનું પ્રયાણ

સરકાર દ્વારા આવનારા પાંચ વર્ષમાં કુલ ૪૨ હજાર કરોડ રૂપિયા મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ થકી સ્થાનિક સ્તર પર મોબાઈલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. સંપર્ક સુત્રોના જણાવ્યા અનુસાર આ સ્કિમ ૧લી ઓગસ્ટથી અમલી બનાવવામાં આવશે અને યથાયોગ્ય રીતે આ સ્કિમની અમલવારી કરવામાં આવશે તો અંદાજે ૨ લાખ જેટલી રોજગારીની તકો પણ ઉભી થશે. સાથો સાથ મોબાઈલ વેચાણમાં ૮.૨ લાખ કરોડ જેટલો વધારો જોવા મળશે. સાથોસાથ નિકાસમાં પણ આશરે ૫.૮ લાખ કરોડ રૂપિયા દેશને મળશે જેનાથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો પણ જોવા મળી શકે તેમ છે. મોબાઈલ ઉત્પાદન સાથો સાથ કંપનીએ જે ટેકસ ભરવાનો હોય તે ટેકસ પેટે સરકારને ૪,૭૮૨ કરોડ રૂપિયાની રેવન્યુ મળવાપાત્ર છે ત્યારે બીજી તરફ સરકાર ભારતને વૈશ્ર્વિક સ્તર પર મેન્યુફેકચરીંગ હબ બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. હાલ મોબાઈલ મેન્યુફેકચરીંગ મુખ્યત્વે ચાઈના, વિયેતનામ અને અમેરિકામાં જ જોવા મળે છે.

વર્ષ ૨૦૨૫ સુધીમાં ઈલેકટ્રોનિક હાર્ડવેરની માંગ ૨૬ લાખ કરોડ સુધી પહોંચાડવા સરકારનો લક્ષ્યાંક

સરકાર દ્વારા જે રીતે સ્થાનિક સ્તર પર મોબાઈલ ઉત્પાદન કરવા માટે કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે તેના પરીણામ સ્વરૂપે સરકાર દ્વારા જે સહાય યોજના આપવામાં આવી છે તે પ્રથમ વર્ષમાં ૪૦૩૦ કરોડ, બીજા વર્ષમાં ૬૩૯૫ કરોડ, ત્રીજા વર્ષમાં ૮૭૬૦ કરોડ, ચોથા વર્ષમાં ૧૧,૭૯૦ કરોડ અને પાંચમાં વર્ષમાં ૧૦,૮૨૦ કરોડ એમ કુલ પાંચ વર્ષમાં ૪૨ હજાર કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે અને મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રે જયારે મોબાઈલનું ઉત્પાદન કરવામાં આવશે ત્યારે ઈલેકટ્રોનિક હાર્ડવેરની પણ માંગ અનેકગણી વધશે ત્યારે સરકાર દ્વારા આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં ૨૬ લાખ કરોડ સુધી પહોંચવાનો લક્ષ્ય સિદ્ધ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને મુખ્યત્વે નિકાસને પણ પ્રોત્સાહિત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.