Abtak Media Google News

૧૯૦૦૦ કિલોમીટરની ન્યાય યાત્રાનું રાજકોટમાં સમાપન

ભારતીય કાનુન વ્યવસ્થામાં રહેલા છીંડા અને તેને કારણે કાનુન વ્યવસ્થામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર લાલીયા વાડી દુર કરવામાં પ્રયત્નોના ભાગરુપે સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટીસ દ્વારા ન્યાય પ્રણાલી વિશે જન જાગૃતિ આણવાના હેતુ સર ર૯ નવેમ્બર ૨૦૧૯ થી શરુ થયેલી ન્યાય યાત્રા રર રાજયો અને ૩૦૦ થી વધુ કસ્બાઓમાં ૧૯ હજાર કિલોમીટરનું અંતર કાપી રાજકોટ ખાતે સંપન્ન થઇ હતી. Vlcsnap 2018 02 24 13H24M54S122

સામાન્ય માણસ માટે ઝડપી, નિષ્પક્ષ અને સાચો ન્યાય મેળવવો એક સ્વપ્ન જેવું બની ગયું છે. કોર્ટમાં કેસોના નિકાલ આવતા વર્ષોના વર્ષો નીકળી જાય છે. ઘણાં કિસ્સામાં બીજી કે ત્રીજી પેઢીએ ન્યાય મળે છે અને તે પણ અધુરો કે અધકચરો ન્યાય મળે છે.Vlcsnap 2018 02 24 13H24M14S247

એક સર્વે અનુસાર એક ફોજદારી કેસના નિકાલ માટે સરેરાશ ૧પ થી ર૦ વર્ષ જયારે સીવીલ કેસની પતાવટ માટે રપ થી ૩૦ વર્ષના સરેરાશ સમય લાગે છે. ભારતમાં ન્યાયતંત્રની હાલત પાડોશી દેશો કરતા પણ બદતર છે. સુપ્રિમ કોર્ટના ન્યાયધીશો જયા અરસપરસ લડતા ઝઘડતા હોય ત્યાં ન્યાયતંત્ર પાસે સામાન્ય નાગરીક શું અપેક્ષા રાખી શકે ?Vlcsnap 2018 02 24 13H24M45S50

સુપ્રીમ કોર્ટમાં એક બેંચે આપેલા નિષ્કર્સને અન્ય બંધ પડકારે ન્યાય વિલંબમાં નાખવાની પેરવી કરે આવા સંજોગોમાં ન્યાયપાલિકા ઉપરથી લોકોનો ભરોસો ઉઠી જાય એ પહેલા ન્યાયતંત્રની પ્રવર્તમાન સુધારવાની જરુર છે.

અભય ભારદ્વાજે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ન્યાય પ્રણાલીની ગરીમાં ન્યાય પઘ્ધતિ કારણે જ ઝંખવાઇ છે. વર્ષો જુની ન્યાય પઘ્ધીતને ઝડપી બનાવવા માટે મુળભુત ન્યાય પ્રણાલીમાં જડમૂળથી બદલાવ આવવો જોઇએ.

ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ, મુંબઇ, સોસાયટી ફોર ફાસ્ટ  જસ્ટીસ, રાજકોટ તથા હયુમન રાઇટસ એન્ડ આઇ.એચ.એલ. ડીપાર્ટમેન્ટ સૌરાષ્ટ્રૅ

યુનિ.ના સંયુકત ઉપક્રમે આયોજીત નેટકોટ ૨૦૧૮માં વકતાઓએ ન્યાય પ્રક્રિયા, ન્યાયતંત્ર, પોલીસ તંત્રમાં સુધારો લાવવાના પ્રયાસોથી કાઢવામાં આવેલા નિષ્કમનો નિચોડ સરકાર સમક્ષ રજુ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.