Abtak Media Google News

રાજુલામાં છેલ્લા રર-રર દિવસથી જીએચસીએલ કંપની અને ભુમાફીયાઓ દ્વારા જમીનોમાં ખુબ દબાણ કરેલ હોય આ જમીનોમાં મોટા પ્રમાણમાં જીંગા ફાર્મો પણ શરુ કરી દેવામાં આવેલ છે. અને આ અંગે પ્રાંત અધિકારી અને સરકારમાં અવાર નવાર રજુઆતો કરવામાં આવેલ હોછા છતાં પણ જીએચસીએલ કંપનીની લીઝની મુદત ર૦૧૧માં પુરી થઇ ગયેલ હોય તે અંગેની અનેક લોકો દ્વારા રજુઆતો કરવા છતાં પણ અને અનેક વાર શરત ભંગ થયેલ હોછા છતાં પણ ગેરકાયદેસર રીતે તંત્રની મીઠી નજર તળે જાણે કે તંત્ર દ્વારા મોટા વહીવટકરીને આ કંપનીને ગેરકાયદેસર રીતે મીઠાનું ઉત્પાદન કરવા દેવામાં આવે છે.

તે કોની શેહથી ? અને બીજા ભુમાફીયાઓ દ્વારા હજારો એકર જમીનોમાં કોઇપણ મંજુરી વગર જીંગા ફાર્મો શરુ કરીને લાખો રૂપિયાનો વહીવટ કરી રહ્યા છે તે કોની રહેમ નજરે ? તેવા સવાલો સાથે આ બધી જમીનો ખાલસા કરવા અને બેરોજગાર બનાવવામાં આવેલા તમામ અગરીયાઓને કામે રાખવાની માંગણી સાથે છેલ્લા રર દિવસથી પીપાવાવ ગામ તેમજ બીજા ૩૧ ગામોથી આમરણાંત ઉપવાસ  પર બેઠેલ પ (પાંચ) વ્યકિતઓની (હેસાબેનના) જેમાં સરપંચ પોતાની તબીયત લથડેલ હોવા છતાઁ.

આ તંત્ર ઘ્યાન  નહી આપતા આજ રોજ સવારે ભાવનગર-સોમનાથ હાઇવે પર ર૦૦ જેટલા લોકોએ  ટાયર સળગાવીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલ જેના કારણે આ રોડ બ્લોક થઇ ગયેલ અને વાહનોની લાંબી કતારો લાગી જવા પામેલ આ અંગેની જાણ ડીવાયએસપીને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવેલા હતા બાદમાં સવારે ૧૧ કલાકેથી માર્કેટીંગ યાર્ડ સુધીમાં લગભગ ૩ થી ૪ કી.મી. જેટલા અંતર સુધી સુત્રોચ્ચાર જાન દેગે, જમીન નહીૅ, અને તાનાશાહી નહી ચલેગીના નારા સાથે ખુબ જ મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો સહીતના લોકો દ્વારા આ ધોમધખતા તાપમાં રેલી યોજીને પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવેલ હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.