Abtak Media Google News
  • પાર્સલ બાબતે પરિવારનું માનવું છે કે પાર્સલ કોઈ અજાણ્યા દ્વારા મોકવામાં આવ્યું હતું. 

Sabarkantha News : સાબરકાંઠાના વડાલીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડાલીમાં ઓનલાઇન મંગલાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં બે વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement
Blast In Sabarkantha While Opening A Parcel Ordered Online, 2 Killed
Blast in Sabarkantha while opening a parcel ordered online, 2 killed

પાર્સલ ખોલતા બ્લાસ્ટ થતાં એકનુ ઘટના સ્થળે અને એક બાળકીનુ રસ્તામા મોત નીપજયું હતું. અન્ય ત્રણ ઘાયલઅન્ય બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પાર્સલ બાબતે પરિવારનું માનવું છે કે પાર્સલ કોઈ અજાણ્યા દ્વારા મોકવામાં આવ્યું હતું.

Blast In Sabarkantha While Opening A Parcel Ordered Online, 2 Killed
Blast in Sabarkantha while opening a parcel ordered online, 2 killed

DYSP,જીલ્લા LCB સહિત વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોચી વધું તપાસ હાથ ધરી. બ્લાસ્ટ થવાનુ કારણ જાણવાના પ્રયાસો હાથ ઘરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.