Abtak Media Google News

Table of Contents

હવે મોતિયાના પડકારરૂપ ઓપરેશન ભૂતકાળ બનશે

રોબિટીક લેસર મશીનનું નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

ભારતમાં માત્ર 10 રોબોટિક લેસર મશીન રાજકોટ તથા સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત

રોબોટિક લેસર મશીન આધુનિક ટેકનોલોજીથી સજ્જ: દર્દીઓને મળશે ત્વરિત અને શ્રેષ્ઠ પરિણામ

રાજકોટની સુપ્રસિદ્ધ સાવલિયા આંખની હોસ્પિટલે  17મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી. છેલ્લા 17 વર્ષથી સાવલિયા આંખની હોસ્પિટલ આંખના રોગોની સારવાર કરતી આવી છે.ડો.અનુરથ સાવલિયા દ્વારા હજારો દર્દીઓની આંખને લગતા રોગોની ત્વરિત અને સચોટ નિદાન કરી સારવાર પૂરી પાડી દર્દીઓને નવું જીવન આપ્યું છે.17મી વર્ષ ગાંઠ પર રાજકોટ તથા સૌરાષ્ટ્રના લોકોને ઝીમર રોબોટિક લેસર મશીનની સાવલિયા હોસ્પિટલ ખાતે સુવિધા શરૂ કરી રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને રોબિટીક લેસર મશીનની ભેટ આપી છે.રોબોટિક લેસર મશીન ભારતમાં માત્ર 10 છે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર રાજકોટ આંગણે સાવલિયા હોસ્પિટલ ખાતે ડો.અનુરથ સાવલિયાએ ઝીમર રોબોટિક લેઝર મશીન વસાવ્યું છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના વરદ હસ્તે રોબોટિક લેસર મશીનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.ત્યારે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે આ ગૌરવની બાબત છે.

Img 20230529 Wa0005

કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સાવલિયા આંખની હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી

રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને હવે સાવલિયા હોસ્પિટલમાં આ અધ્યતન ટેકનોલોજીના મશીનની સારવાર મળી રહેશે.સાવલિયા હોસ્પિટલની 17મી વર્ષગાંઠની ઉજવણી અને રોબોટિક લેસર મશીનના ઇનોગ્રેશન કાર્યક્રમમાં મંત્રીઓ, પૂર્વ મંત્રી, ધારાસભ્યો, રાજકીય – સામાજિક આગેવાનો, સમાજના શ્રેષ્ઠિઓ સાધુ-સંતો તથા સ્નેહી સંબંધીઓએ સાવલિયા હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.તેમજ ડો.અનુરથ સાવલિયાને અભિનંદન પાઠવ્યા હતા.

ડો.અનુરથ સાવલિયાનું મોટું આધુનિક પગલું: નરેશભાઈ પટેલ

ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલે જણાવ્યું કે ડોક્ટર અનુરથ સાવલિયાનું આંખના રોગની સારવારમાં મોટું આધુનિક પગલું છે. ભારતમાં માત્ર 10 મશીન રોબોટિક લેસરના હોય અને એમાં પણ જો રાજકોટના આંગણે સાવલિયા આંખની હોસ્પિટલમાં દર્દીઓને રોબોટિક લેસર મશીનની સેવા મળી રહે.એ રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં ગૌરવની વાત છે.લોકોએ આંખની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.

ડો.સાવલિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું: જયેશભાઈ રાદડિયા

ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે,સાવલિયા આંખની હોસ્પિટલ છેલ્લા 17 વર્ષથી આંખના ગંભીર રોગના તેમજ મોતિયોના ઓપરેશનની સારવાર દર્દીઓને પૂરી પાડી રહી છે.ત્યારે ડોક્ટર અનુરત સાવલિયા દ્વારા માત્ર દેશમાં 10 રોબોટિક લેસર મશીન હોય એમનું એક  રોબોટિક લેસર મશીન તેમની હોસ્પિટલમાં વસાવવામાં આવ્યું છે.જેનો બહોળી સંખ્યામાં દર્દીઓને લાભ મળશે ત્યારે તેમની ટીમ અને ડો.અનુરથ સાવલિયાને હું અભિનંદન પાઠવું છું.

રોબોટિક લેસર મશીન પ્રિસાઇઝલી વર્ક કરે છે: દર્શિતાબેન શાહ

ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું કે, રોબોટિક લેસર મશીનની ખાસિયત એ છે કે કદાચ ક્યારેક ઓપરેશનમાં માનવીય ક્ષતિ રહી જાતી હોય પરંતુ રોબોટિક લેસર મશીન વડે કામ આપવામાં આવે છે જેનું ઉત્તમ પરિણામ ઓપરેશનમાં મળી રહે છે. ત્યારે સાવલિયા હોસ્પિટલ ખાતે આ રોબોટિક લેસર મશીન ની પદ્ધતિ અપનામાં આવી છે. જેનો બહોળી સંખ્યામાં લોકોને ફાયદો મળશે.લોકોને આવી ન્યૂનતમ પદ્ધતિ અને ટેકનોલોજીની ખૂબ જરૂરિયાત છે.ત્યારે આ ટેકનોલોજી વસાવા બદલ સાવલિયા હોસ્પિટલના ડો.અનુરથ સાવલિયાને હું અભિનંદન પાઠવું છું

Vlcsnap 2023 05 29 13H39M22S065

અત્યંત આધુનિક ટેકનોલોજી વાળા મશીનની રાજકોટ સુવિધા મળશે: રમેશભાઈ ટીલાળા

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે, સાવલિયા આંખની હોસ્પિટલ ખાતે રોબોટિક લેસર મશીન આધુનિક ટેકનોલોજી છે તેનો રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને તેની સુવિધા મળશે. સાવલિયા હોસ્પિટલ આંખ ના રોગ માટે ખૂબ શ્રેષ્ઠ સારવાર પૂરી પાડે છે મેં પણ અહીં સારવાર મેળવી છે ખૂબ સારું પરિણામ ડો.અનુરથ સાવલિયાના નિદાનથી મળે છે.

દર્દીઓને ન્યૂનતમ પધ્ધતિની સારવાર મળશે ડો.સાવલિયાને ભોજલરામ બાપાના આશીર્વાદ: પૂ.ભક્તિરામ બાપુ

ભોજલધામ-ફતેપુરના પૂ.ભક્તિરામ બાપુએ જણાવ્યું કે, સાવલિયા આંખની હોસ્પિટલ ખાતે દર્દીઓને ન્યૂનતમ પદ્ધતિ વાળા ટેકનોલોજીથી સજ્જ મશીનની સારવાર મળશે ત્યારે ડો.અનુરથ સાવલિયા તથા સાવલિયા હોસ્પિટલ પર પૂ.ભોજલરામ બાપાના અસીમ આશીર્વાદ હરહમેશ રહેશે.સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને અધ્યતન ટેકનોલોજીની સુવિધા મળશે તેમજ દર્દીઓ પણ બહોળી સંખ્યામાં આનો સેવાનો લાભ લેશે.

મારી નૈતિક જવાબદારી વધશે: ડો.અનુરથ સાવલિયા

સાવલિયા આંખની હોસ્પિટલના ડો.અનુરથ સાવલિયાએ જણાવ્યું કે, પેન્ટો સેક્ધડ ઝિમર રોબોટિક લેસર મશીન આધુનિક ટેકનોલોજીથી સજ્જ. વડીલો દર્દીઓ તથા સમાજના શ્રેષ્ઠિઓ મને આશીર્વાદ આપતા હોય ત્યારે મારી નૈતિક જવાબદારી વધશે.હવે મારા કામ પ્રયતે વધુ ડેડીકેશન સાથે કામ વધશે.દર્દીઓ અને લોકોનો સાવલિયા આંખની હોસ્પિટલ અને મને જે પ્રેમ મળ્યો છે તેનો હું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.