Abtak Media Google News

મુંબઈ ઈન્ડિયન્સની કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં સમગ્ર મુંબઈની 19,000થી વધુ બાળકીઓ સમગ્ર મેચ દરમિયાન ખેલાડીઓને ઉત્સાહિત કરતી જોવા મળી હતી, મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ફટકારવામાં આવેલી દરેક બાઉન્ડ્રી અને ઝડપવામાં આવેલી દરેક વિકેટ સાથે તેમના ઉત્સાહ અને ઊર્જાથી સ્ટેન્ડ ગજવ્યું હતું. અહીં સર્જાયેલી આ યાદગીરી તેમની સાથે તેમજ આવનારા વર્ષો માટે ખેલાડીઓ સાથે પણ રહેશે.

બાળકીઓને સમર્પિત વિશેષ ESADay નિમિત્તે મેચ દરમિયાન બોલતા રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું કે, હું ખૂબ જ અભિભૂત છું. સ્ટેડિયમમાં ઊર્જા, ઉત્સાહ અને ઉત્સાહ જુઓ. ઇ.એસ.એ. મેચ હંમેશા ખાસ હોય છે. આ વર્ષે અમારી પાસે વિવિધ એન.જી.ઓ. તરફથી સ્ટેડિયમમાં 19,000 બાળકીઓ આવી છે. તેમાંથી ઘણા લોકો પહેલીવાર લાઈવ ક્રિકેટ મેચ જોઈ રહી છે. આપણા બધા માટે ખૂબ જ લાગણીશીલ દિવસ છે.

આજની મેચ રમતગમત ક્ષેત્રે મહિલાઓ માટેની ઉજવણી વિશે છે. હું એ બાબત પર પ્રકાશ પાડવા માંગુ છું કે બાળકીઓને શિક્ષણ અને રમતગમતનો અધિકાર છે. હું આશા રાખું છું કે આ બધી બાળકીઓ અને જેઓ ટીવી પર જોવે છે, તેમને તેમના સપનાઓને અનુસરવાની તથા તેઓ જે ઇચ્છે છે તે પ્રાપ્ત કરવાની હિંમત મળે. આ જ કારણ છે કે આજે અમે આ બધાને પ્રેરણા મળે અને ઘરે પાછા જતી વખતે સાહસનો અનુભવ થાય તે માટે બોલાવ્યા છે.

શ્રીમતી અંબાણીએ ઉમેર્યું હતું કે આજે સ્ટેન્ડમાં રહેલી કેટલીક બાળકીઓ આવતીકાલની સુપરસ્ટાર બની શકે છે. અહીં ઝુલન અથવા હરમનપ્રીત હોઈ શકે છે, માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ ભવિષ્યમાં કોઈપણ રમતમાં સુપરસ્ટાર બની શકે છે. તેઓ વૈશ્વિક મંચ પર સિદ્ધિઓ મેળવી શકે છે અને ભારત માટે પ્રશંસા મેળવી શકે છે.

ટોસ વખતે સૂર્યકુમાર યાદવની સાથે ભારતીય મહિલા ટીમની કેપ્ટન અને ડબ્લ્યૂપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ જોવા મળ્યા હતા, જેઓ રમતગમતમાં મહિલાઓની ઉજવણી માટેની આ ખાસ મેચને સમર્થન આપવા માટે હાજર હતા

(https://www.instagram. com /p/CrF82dptppV/?i gshid= MDJmNzVkMjY=). મુંબઈ ઈન્ડિયન્સે રમત માટે ખાસ જર્સી પહેરી હતી – રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમનું સમર્થન દર્શાવવા અને આ અભિયાનનો સંદેશો આપવા તથા બાળકીઓ માટે શિક્ષણ અને રમતગમતના અધિકાર અંગે ધ્યાન દોરવા માટે મુંબઈ ઈન્ડિયન્સ ડબલ્યુપીએલ જર્સી હતી.

શ્રીમતી અંબાણી એમઆઇની મેચો દરમિયાન બાઉન્ડ્રી લાઇન પર અગ્રણી સમર્થક રહ્યા હતા. તેઓ સ્ટેન્ડમાં બાળખીઓ સાથે જોડાયા, તેમની સાથે રમત માણી હતી. યુવક-યુવતીઓ તેમની સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

બાળકીઓ સાથે તેમના અનુભવ વિશે બોલતા શ્રીમતી અંબાણીએ કહ્યું કે, આ પ્રસંગ ખરેખર ખાસ રહ્યો. બાળકીઓ ખૂબ ઉત્સાહિત અને આભારી હતી. હું માત્ર તેમને શુભકામનાઓ આપું છું અને ભગવાન તે બધાને આશીર્વાદ આપે. બાળકીઓને વધુ શક્તિ મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.