Abtak Media Google News
  • વિષ્ણુ વિનોદ ઈજાના કારણે સમગ્ર આઇપીએલમાંથી બહાર: હાર્વિક ભારતની અંડર 19 ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે

મુંબઈ ઈન્ડિયન્સે વિષ્ણુ વિનોદ જે ઈજાગ્રસ્ત ખેલાડીના સ્થાને ડોમેસ્ટિક ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્લેયરને સ્થાન આપ્યું છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર તરફથી રમી રહેલા 24 વર્ષીય વિકેટકીપર બેટર હાર્વિક દેસાઈને મુંબઈ ઈન્ડિયન્સે બાકીની સિઝન માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. વિષ્ણુ વિનોદના સ્થાને હાર્વિકનો સમાવેશ કર્યો છે. વિષ્ણુ વિનોદ ઈજાના કારણે સમગ્ર આઇપીએલ 2024માંથી બહાર છે. આઇપીએલએ મીડિયા એડવાઈઝરી જારી કરી અને હાર્વિક દેસાઈના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવા અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું, ’વિકેટકીપર બેટર વિષ્ણુ વિનોદના હાથની ઈજાના કારણે બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે.

મુંબઈ ઈન્ડિયન્સે તેના સ્થાને સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટર હાર્વિક દેસાઈને ટીમમાં સામેલ કર્યો છે. 24 વર્ષીય હાર્વિકે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. તે ભારતની અંડર19 ટીમનો ભાગ હતો જેમણે 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો. 24 વર્ષીય હાર્વિક દેસાઈ તાજેતરમાં યોજાયેલી રણજી ટ્રોફી 2024 રમ્યો હતો. તેણે 46 ફર્સ્ટ ક્લાસ મેચની 80 ઇનિંગ્સમાં 2658 રન બનાવ્યા છે.

આ દરમિયાન તેણે 5 સદી અને 16 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 116 રન છે. તો, લિસ્ટ-અ મેચમાં, તેણે 40 મેચમાં 76થી વધુની સરેરાશ સાથે 1341 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 9 સદીનો પણ સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે. ઝ20 ફોર્મેટની વાત કરીએ તો તેના નામે 27 મેચમાં 1 સદી અને 4 અડધી સદીની મદદથી 691 રન છે. આ ફોર્મેટમાં અણનમ 104 રનનો ટોપ સ્કોર પણ તેના નામે નોંધાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.