Abtak Media Google News

શહેર યુથ કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ અધિક્ષક ઇજનેરને રજૂઆત

કોવિડ-૧૯ના કપરા સમયમાં લોકો જયારે અસહય મુશ્કેલીનો સામનો કરી રહી હોય ત્યારે ત્રણ મહિનાના વીજ બીલમાં રાહત આપવામાં આવે તથા હાલના સમયમાં રાજકોટ શહેર જિલ્લામાં પ્રજાને આવતા બીલોમાં તોતીંગ વીજ બીલ આપવાથી પ્રજામાં પ્રચંડ વિરોધ છે જે એક સાથે ત્રણ-ચાર મહિનાના બીલ એક સાથે આવવાથી તથા લોકડાઉનને કારણે સંદતર બંધ હોય તેવી ઓફીસ-દુકાનોના તોતીંગ બીલ આવવાથી પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. આ મામલે શહેરયુથ કોંગ્રેસ દ્વારા પીજીવીએલ કચેરીએ અધિક્ષક ઇજનેરને આવેદન પાઠવવામાં આવ્યુ હતું.

આ મામલે તેમણે રજૂઆતમાં જણાવ્યું હતુ કે પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોના બીલમાં છબરડા તથા બેદરકારી દાખવવામાં આવી રહ્યા છે જે બદલ તેમને બ્લેક લીસ્ટેડ કરવામાં આવી ઉપરાંત હાલમાં, લોકડાઉનના કારણે જે વેપાર, ધંધા સંદતર બંધ જ રહ્યા હોય તો પણ મસમોટા બીલો ફટકારવામાં આવ્યા છે તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તેઓને રાહત આપવામાં આવે અને મુખ્યમંત્રી દ્વારા જે ૧૦૦ યુનિટની જાહેરાત કરવામાં આવી હતી તેનો ત્વરીત અમલ થાય તથા દરેક નાગરીકને તેનો લાભ મળે તથા વેપાર, ધંધાવાળા દુકાન, ઓફીસને વધુ રાહત આપવામાં આવે તેવી રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા રાજૂઆત કરવામાં આવી હતી.

આવેદન પાઠવવા આદિત્યસિંહ ગોહિલ, જયપાલસિંહ રાઠોડ, મુકુંદ ટાંક, નરેન્દ્ર સોલંકી, મયુરસિંહ પરમાર, ભાવેશભાઇ વાઘેલા, નિલરાજ ખાચર, મુકેશભાઇ મકવાણા, મૌલેશ મકવાણા, સાગર જાદવ, સિધ્ધાર્થ વાઘેલા, પ્રેમ કોઠારીયા સહિતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.