પીજીવીસીએલ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત યોજાયો વેબીનાર

 

કંપનીના એમડી અને જોઈન્ટ એમડીની હાજરીમાં પ્રવક્તા  ભાવનાબેન જોષીપુરા દ્વારા  જેન્ડર સેન્સીટાઈઝેશન ” વિષય પર  અપાયું માર્ગદર્શન

આગામી દિવસોમાં વીજ  કર્મચારીઓના માતપિતા માટે સિનિયર સીટીઝન બૂસ્ટર ડોઝ વેક્સીનેશન કેમ્પનું પણ આયોજન કરાશે

અબતક,રાજકોટ

પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા મહિલાઓના સશક્તિકરણ તેમજ જાગૃતિ અંતર્ગત  એક વેબિનારનું આયોજન કરવામાં આવેલ . જેમાં કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર, જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં વેબિનારનો પ્રારંભ કરવામાં આવેલ. વેબીનારના મુખ્ય વક્તા તરીકે શહેરના જાણીતા એડવોકેટ તેમજ પીજીવીસીએલ નિગમિત કચેરીની જાતીય સતામણી નિવારણ કમિટીના મેમ્બર  ભાવનાબેન જોષીપુરા એ હાજરી આપેલ અને વેબીનારના મુખ્ય વિષય  જેન્ડર સેન્સીટાઈઝેશન  સહીત અનેક મુદ્દાઓ પર જાણકારી આપેલ.

વેબીનારમાં કંપનીમાં જાતીય સમાનતા , મહિલા સશક્તિકરણ કર્મચારીઓની ઓફિસમાં કામ કરવાની જગ્યાએ સાનુકુળ અને સાતત્યપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, જાતીય સતામણી નિવારણ અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

વેબીનારમાં કુલ 80 લોકોએ ભાગ લીધેલ જેમાં નિગમિત કચેરીના અધિકારીઓ ઉપરાંત દરેક વર્તુળ કચેરીના એચ.આર. વિભાગના વડા તેમજ જાતિય સતામણી નિવારણ સમિતિના સભ્યોએ ઓનલાઈન ભાગ લીધેલ વેબીનારમાં કંપનીમાં જાતીય સમાનતા , મહિલા સશક્તિકરણ , કર્મચારીઓની ઓફિસમાં કામ કરવાની જગ્યાએ સાનુકુળ અને સાતત્યપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે , જાતીય સતામણી નિવારણ એક્ટ અંગે જાણકારી  આપવામાં આવી હતી . આ ઉપરાંત સદર વેબિનારનું આગામી તા . 28ફેબ્રૂઆરીના રોજ બીજા તબ્બકામાં આયોજન કરવામાં આવનાર છે.

કુલમાંજ પીજીવીસીએલ દ્વારા નોવેલ કોરોના વાયરસ (કોવિડ -19) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા તકેદારીના પગલા તેમજ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી હેતુસર તારીખ 14 તેમજ 15ના રોજ કર્મચારીઓ માટે બૂસ્ટર ડોઝ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં કુલ 310 બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીજીવીસીએલ , નિગમીત કચેરી , રાજકોટ દ્વારા કર્મચારીઓના માતપિતાની સ્વાસ્થ્યની કાળજીને ધ્યાનમાં રાખીને સિનિયર સીટીઝન બૂસ્ટર ડોઝ વેક્સીનેશન કેમ્પનું પણ આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે .