Abtak Media Google News

દિવસ દરમિયાન અંદાજે ૪ થી ૬ કલાક સુધી જીએસટીએનનું પોર્ટલ બરાબર ન ચાલતુ હોવાની ફરીયાદ વ્યાપક રહી હતી

જુલાઇન માસનું ૩ માસનું એક્ષટેશન મળવા છતાં ૬૫ લાખમાંથી ૪૦ લાખ ધંધાદારીઓએ જીએસટી રીટર્ન ભર્યુ છે. અહી ખાસ ઉલ્લેખનીય છે કે જીએસટીઆર-૧ પોર્ટલની ખામીને કારણે ૧ લાખ વેપારીઓ રીટર્ન ભરી શકયા ન હતા.

Advertisement

ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસની નવી અમલમાં આવેલી સીસ્ટમને ૩ મહિના થઇ ગયા હોછા છતાં પોર્ટલ બરાબર ન ચાલતું હોવાથી ગુજરાતના ૨૫ ટકા એટલે કે છેલ્લા દિવસે ગુજરાતના અંદાજે ૧ લાખથી વધુ વેપારીઓ તેમના રીટર્ન ફાઇલ કરી શકયા નથી.

બીજી તરફ કેન્દ્ર સરકારે જીએસટીઆર-૧ રીટર્ન ફાઇલ કરવાના સમયમાં વધારો ન કરવાની જાહેરાત કરી દીધી છે. પરીણામે હજારો વેપારીઓ પર રૂ ૪૨૦૦ ની પેનલ્ટીનું જોખમ આવી ગયું છે. આજે ૧૧મી ઓકટોબરથી ૩૧મી ઓકટોબર સુધી જીએસટીઆર-ર ફાઇલ કરવા માટે વિન્ડો ખોલવામાં આવશે. તેથી વેપારીઓ ૩૦મી ઓકટોબર સુધી જીએસટીઆર-૧ ફાઇલ કરી શકશે જ નહીં. ત્યારબાદ પહેલી નવેંબરથી જીએસટીઆર-૩ ખરીદ વેચાણ બંનેનું કમ્બાઇન રિટર્ન ફાઇલ કરવા માટે વિન્ડો ઓપન કરવામાં આવશે.

આ તબકકે વેપારીઓને તેમના બાકી રહી ગયેલા જીએસટીઆર-૧ ફાઇલ કરવાની તક મળશે આમ ર૦ દિવસનો વિલંબ નિશ્ર્ચિત છે ર૧માં દિવસે ફાઇલ કરશે તો રોજના ૨૦૦ પ્રમાણે ૪૦૦૦ અને ર૧માં દિવસના ર૦૦ મળીને વેપારીઓએ રૂ૪૨૦૦ ચુકવવા જ પડશે.

દરેક વેપારીઓ પાસેથી તેમના વેચાણની વિગતો મગાવતુ જીએસટીઆર-૧ રીટર્ન ફાઇલ કરવા માટે પોર્ટબ ૩૦મી ઓકટોબર પછી ખુલશે ત્યારે જીએસટીઆર-૧ રીટર્ન ફાઇલ કરવાથી વંચિત રહી ગયેલા વેપારીઓએ રૂ ૪૨૦૦ ના દંડ સાથે તેમના રીટર્ન અપલોડ કરવાની ફરજ પડશે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જુલાઇ-૨૦૧૭ના જીએસટી રીટર્ન ફાઇલ કરવા માટે ગઇકાલે છેલ્લો દિવસ હતો તે દરમિયાન ૬૫ લાખમાંથી ૪૦ લાખ ધંધાદારીઓએ રીટર્ન ફાઇલ કરી દીધું છે. પરંતુ ગઇકાલે દિવસ દરયિમાન અંદાજે ૪ થી ૬ કલાક સુધી જીએસટીએનનું પોર્ટલ બરાબર ન ચાલતું હોવાની ફરીયાદ વ્યાપક રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.