Abtak Media Google News

પર્સમાં અસ્મિતા, અસ્મિતા હસ્તકળાની, અસ્મિતા આત્મનિર્ભરતાની. આ વાત રાજકોટના કોઠારિયાના રેખા બહેનની છે; કે જેમણે પોતાના નામ પ્રમાણે ગુજરાતી કહેવત સાર્થક કરી “પોતાની લીટી લાંબી કરી” અનેક બહેનોને સન્માનપૂર્વક આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી. મહિલાઓ હંમેશા સૌંદર્ય, આંતરિક તાકાત અને બુદ્ધિનો સંગમ ધરાવે છે.

Untitled 1 340

જેના કારણે તે દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે.  મહિલાની આ જ શક્તિનું ઉદાહરણ રેખાબહેન છે, જેમણે પોતાના નાનપણના શોખને વ્યવસાય બનાવ્યો. જેમાં રેખાબહેન રજવાડી પર્સ બનાવે છે; જે  તેમનાા મતે તેમની શ્રેષ્ઠ કૃતિ છે. આ રજવાડી પર્સની વિશેષતા એ છે.

રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ મેળાઓ તેમજ ઉત્સવોના સ્ટોલ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એક મહિનમાં 400 પર્સ બનાવીને રેખાબહેન સરેરાશ રૂ. 40000 ની આવક ઊભી કરી શકે છે. જે તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. રાજ્યભરમાં સરકાર શ્રી દ્વારા થતાં મેળામાં પણ વેચાણ કરીને તેઓ વધારાની આવક મેળવે છે.આ મેળાઓમાં વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી આ ગૃહ ઉદ્યોગો અને સખીમંડળને બજાર તેમજ પ્રોત્સાહન મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.