Abtak Media Google News

મોબાઈલ નંબર 7878182182 ઉ52 મીસ્ડકોલ કરી શહેરના તમામ નાગરીકો ભારતીય જનતાના પ્રાથમિક સદસ્ય બની શકશે

રાષ્ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસાર આજે નથી સમગ્ર દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયેલ છે તે અંતર્ગત ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજીના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાશે તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ અને સાંસદ રામભાઈ મોકરીયા , રાજયના મંત્રી અરવીંદ રૈયાણી , ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ , લાખાભાઈ સાગઠીયા , પ્રદેશભાજપ મંત્રી બીનાબેન આચાર્ય , મેયર ડો . પ્રદિપ ડવ , ધનસુખ ભંડેરી , નિતીન ભારધ્વાજ , શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી , કિશોર રાઠોડ , રાજુભાઈ ધ્રુવ , કશ્યપ શુકલ , રક્ષાબેન બોળીયા , જીતુભાઈ મહેતા , અનિલભાઈ પારેખ , હરેશ જોષી , પ્રાથમિક સદસ્યતા અભિયાનના સહ સંયોજક નિતીન ભુત , હાર્દીક બોરડ સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

Advertisement

Screenshot 1 18

આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે શહેરના વિવિધ મોરચાઓને પણ શહેરના મુખ્ય ચોક જેમકે મોલ , બસ સ્પોટ , રેલ્વે સ્ટેશન , મુખ્ય બજારો , માં જઈ શહેરની જનતાને પ્રાથમિક સદસ્ય બનાવાશે તેમજ યુવા મોરચા ધ્વારા શહેરના શૈક્ષણીક સંકુલો , નવા મતદારો અને યુવાનોને સભ્ય બનાવવામાં આવશે તેમજ શહેર ભાજપના આગેવાનો ઘ્વારા વિવિધ સમાજના આગેવાનોને , સંસ્થાના હોદેદારોને , નામાંકિત કલાકારો , સી.એ , વકીલ , ડોકટરો , ઉદ્યોગપતીઓને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારત ’ ના સપનાને સાકાર કરશે.તેમજ અભિયાનના સહ સંયોજક હાર્દિક બોરડ ઘ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવેલ હતી . તેમજ મોબાઈલ નં . 7878182182 ઉપર મીસ્ડકોલ કરી શહેરના તમામ નાગરીકો ભારતીય જનતાના પ્રાથમિક સદસ્ય બની શકશે તેમ જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.