Abtak Media Google News

શહેરી જનોને પૂજય વ્રજરાજકુમારજી મહોદય દ્વારા અપિલ કરવામાં આવી છે કે ગૌ માતાના શરણે જઇએ ગૌ-માતા જે પણ આપણને પ્રદાન કરે છે દૂધ સ્વરુપે, ગોબર સ્વરુપે  કે મુત્ર સ્વરૂપે એનું સેવન કરવાથી કોરોના વાયરસ સામે રક્ષણ મળે છે. કોરોના વાઇરસ માટે ગાય એ એન્ટી વાઇરસ સાબીત થઇ શકે એમ છે. ગૌ મુત્રનું અર્ક પીવાથી કોરોના વાઇરસને રોકી શકાય છે. ગાયનું દૂધ પીવાથી પણ ઘણો લાભ થાય છે. દેશી ગાયનું ઘી નાકમાં લગાડવાથી વાઇરસ સામે સુરક્ષા મળે છે. કપુર અને ગાયના છાણાની ધૂણીથી અને એનું ૧૦ મીનીટ સેવન કરવાથી વાઇરસ સામે સુરક્ષા મેળવી શકાય છે.

Advertisement

એપ્રીલ મહિનામાં યુએસએ ખાતે ચાર કથા હતી જે કોરોના વાઇરસના કારણે પૂજયએ રદ કરી છે. એપ્રીલ મહિનાથી પૂજય વ્રજરાજકુમારજી મહોદયની યુએસએ ખાતે લોસ એન્જલસ, ન્યુ જર્સી, હ્યુસ્ટન અને ડેટ્રોઇટની કથા રદ કરવામાં આવી છે. પૂજયનો યુએસએ ખાતેનો પ્રવાસ ર મહિના પોસ્ટ પોન્ડ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.