Abtak Media Google News

અરબી સમુદ્રમાં ડોલ્ફીન ઉછળતા  મોજાની સાથે નજારો નિહળવા દિવના દરિયામાં મિનિ ક્રુઝ પ્રવાસીઓને એકથી દોઢ કલાક કરાવશે સફર

હવે સ્માર્ટ સીટી દીવ માં દેશ- વિદેશના પ્રવાસીઓ માટે સારા દિવસો આવ્યા છે.દીવ ના બંદરે અતિ આધુનિક યંત્રો થી સજ્જ મીની ક્રુજ પહોંચતા  દીવ વાસીઓ અને પ્રવાસીઓ આનંદિત થઈ ગયા- વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ અને સ્માર્ટ સીટી દીવમાં હવે દેશ- વિદેશના પ્રવાસીઓ માટે સારા દિવસો આવ્યા છે. ભારત સરકારના સહયોગ થી દીવ પ્રશાસને

દેશ- વિદેશના પ્રવાસીઓ માટે દેવ ના અરબી સમુદ્ર માં ડોલફીન ના ઉછળતા મોજા ની સાથે મસ્તી કરવાનો નજારો નિહાળવા દીવ ના દરિયા માં અતિ આધુનિક યંત્રો થી સજ્જ મીની ક્રુજ શરૂ કરવાનો નિર્ણય કરતાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત 165 પેસેંજરો ની બેઠકો અને 10 ક્રુ મેમ્બરો ની ક્ષમતા ધરાવતી ઉટજ ગ્લોબલ કંપની ની મેક ઇન ગોવા માં બનેલી તદન ન્યુ બ્રાંડ અતિ આધુનિક યંત્રો થી સજ્જ મીની ક્રુજ  દીવ ના બંદરે પહોંચતા દીવ વાસીઓ અને પ્રવાસીઓ આનંદિત થઈ ગયા. તેમાં દીવ કલેકટર ફરમન બ્રમ્હા નો સિંહ ફાળો છે. તેના અથાક પ્રયત્નો થી ગોવા થી દીવ આ મીની ક્રુજ દીવ આવી પહોંચતા દીવ વાસીઓ અને પર્યટકો માં ખુશી નો માહોલ છવાઈ ગયો.

આ ઉટજ ગ્લોબલ મીની ક્રુજ ની વાત કરીયે તો 150 ટન વજન ની કેપેસીટી ડબલ એંજીન ધરાવે છે.40 થી 50 નોટિકલ માઈલ સુધી ઉંડા દરિયા માં જઈ શકે. તેમાં મેરેજ તેમજ બર્ડે પાર્ટી કરવાની સુખ સુવિધા સાથે ખાવા પીવા ડાંચ પાર્ટી કરવાની સુવિધા ઉપલબ્ધ છે.સેફ્ટી અને સુરક્ષા ની વાત કરિયે તો લાઈફ ગાર્ડ,લાઈફ જેકેટ,લાઈફ બોટ સાથે ટ્રેનીંગ પ્રાપ્ત રેસ્ક્યુ ટીમ ની સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્રવાસીઓને એક થી દોઢ ક્લાક સુધી દીવ ના દરિયા કિનારાના આલ્હાદક વાતાવરણ  ની સફળ કરાવીને મોજ માણવા નો અનેરો આનંદ માણી શકશે. હવે દીવ માં દેશ- વિદેશના પ્રવાસીઓનો મેળો ભરાશે.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હોવાના કારણે અને દીવ એક સુંદર દરિયાઈ ટાપુ હોવાને કારણે, દેશ- વિદેશના લાખો પ્રવાસીઓ દર વર્ષે દીવની આસપાસના અરબી સમુદ્રના સુંદર દરિયાકિનારાનો આનંદ માણવા આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વારસા માં અખૂટ કુદરતી સંપત્તિ છે. દીવ એ વિશ્વના સુંદર દરિયા કિનારાઓમાંનું એક છે. દર વર્ષે દેશ- વિદેશમાંથી લાખો પ્રવાસીઓ દીવ ના આ સુંદર દરિયા કિનારાનો આનંદ માણવા દીવ આવે છે.

હવે દીવ વિશ્વ કક્ષાના પ્રવાસી નકશા પર જાણીતું થશે.દીવમાં આવતા દેશી- વિદેશી પ્રવાસીઓ પર્યટન સ્થળ દીવ ના સફેદ સોના જેવી રેતીના અરબી સમુદ્ર કિનારા ના મોજા ની મોજ માણી શકે.દીવ બંદર જેટીને મુખ્યત્વે પ્રવાસનના દૃષ્ટિકોણ થી વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. બંદર કિનારા ના  ડ્રેજિંગ અને બંદરોના નિર્માણ જેવા વિવિધ વિકાસલક્ષી કાર્યો પર મુખ્યત્વે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને પ્રશાસકે દીવ પ્રવાસન ક્ષેત્રે વિશ્વ કક્ષા એ અનેકો મુકામ સર કરી શકે.અને પ્રવાસીઓ અનેરો આનંદ માણી શકે. અને દીવ ના લોકો સારી એવી રોજગારી મેળ વીને દેશ ના સર્વાંગી વિકાસ ના સહભાગી બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.