Abtak Media Google News

રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 58,800 અને 24 કેરેટ સોનાનો રૂ. 63,300 : લગ્નની સીઝનમાં જ ભાવ આસમાને પહોંચ્યા

સોનામાં આગ ઝરતી તેજી નોંધાઇ છે. હાલ ભાવ 63 હજારને પાર પહોંચતા અત્યાર સુધીના રેકોર્ડ તૂટ્યા છે. રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 58,800 અને 24 કેરેટ સોનાનો રૂ. 63,300 ભાવ નોંધાયો છે.

હાલ લગ્નની સિઝન જોરમાં છે એવામાં સોનાના ભાવની સપાટીએ અસામાનની સફરે પહોંચી છે. સોનાના ભાવ 63 હજારને પાર પહોંચી ગયા છે. હાલ એવી પરિસ્થીતી સર્જાઈ છે કે સોનાનું લોકોને ખરીદવું તો હશે પણ તેના ભાવ સાંભળી લોકોના હાજા ગગડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સોનાના ભાવે આજે તમામ રેકોર્ડ તોડી અત્યાર સુધીની ટોચ પર પહોંચ્યા છે. જો આજે અમદાવાદ જીલ્લામાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો તોફાની તેજી સાથે ભાવ ઓલ ટાઈમ હાઈ 62,230 પર પહોચ્યા છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 75,282 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.

આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 5,705 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે અમદાવાદમાં 22 કેરેટના એક તોલા સાનાનો ભાવ 57,050 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે 24 કેટેર સોનું અમદાવાદમાં 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 62,230 રૂપિયાએ પહોંચ્યો છે. બીજી તરફ રાજકોટમાં સોનાનો જીએસટી સાથેનો 22 કેરેટનો ભાવ 58,800 અને 24 કેરેટનો ભાવ 63,300એ પહોંચ્યા છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.73 ટકા તેજી સાથે 61,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર આજે સવારે જોવા મળ્યો. ચાંદીના ભાવમાં પણ 1.12 ટકાની તેજી જોવા મળી છે. ત્યારબાદ ચાંદીનો પ્રતિ કિલો ભાવ 77,442 રૂપિયા જોવા મળ્યો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ  મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 61044 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જે આજે 521 રૂપિયા વધીને 61565 ના સ્તરે જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 519 રૂપિયા તેજી સાથે 61319 ના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 477 રૂપિયા વધીને 56393ના સ્તરે છે. 750 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 390 રૂપિયા વધીને 46173ના સ્તરે છે. જ્યારે 585 શુદ્ધતાવાળું સોનું  305 રૂપિયા વધીને 36015ના સ્તરે છે. ચાંદીમાં પ્રતિ કિલો 1077 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ હાલ 76359 રૂપિયા જોવા મળી રહ્યો છે.

દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવી શક્યતા

વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવી નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.