Abtak Media Google News
  • પુત્ર પ્રાપ્તીની માનતા પુરી કરવા પતિની જાણ બહાર સાસુ અને પત્ની અજમેર જતા પારિવારીક ઝઘડાનો કરૂણ અંજામ
  • સરા જાહેર ચાલતા ઝઘડામાં દરમીયાનગીરી કરતા જીએસટીના કર્મચારીએ જીવ ગુમાવ્યું
  • ગાંધીગ્રામ પોલીસે પિતા અને બે પુત્રની અટકાયત કરી 315 લોંગ વેપન કબ્જે

સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉચકાતા સામાન્ય બાબતે હત્યા અને હત્યાની કોશિષની ઘટનાનો સીલસીલો જારી રહ્યો હોય તેમ મુસ્લિમ પરિવારને એરપોર્ટ બગીચા પાસે સરા જાહેર ચાલતા ઝઘડામાં વચ્ચે પડી દરમિયાનગીરી કરવા ગયેવલા જીએસટીના કર્મચારીને આર્મીમેને 315 લોંગ વેપરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી કરપીણ હત્યા કર્યાની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઇ છે.

પુત્ર પ્રાપ્તીની માનતા પુરી કરવા અજમેર માતા-પુત્રી જતા મારી પત્નીને કેમ મારી જાણ બહાર અજમેર લઇ ગયા તેમ કહી ફાયરમેન પતિએ પોતાની પત્નીને ધમકાવી ઘરમાંથી કાઢી મુકતા થયેલા ઝઘડા અંગેની ચર્ચા કરવા એરપોર્ટ બગીચા પાસે ગયા ત્યારે ફાયરમેન ભાઇનું ઉપરાણું લઇ આર્મીમેન પોતાની પરવાનાવાળી ગન લઇ ઘટના સ્થળે પહોચી ઘડાધડ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી નિર્દોષની હત્યા કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પિતા અને બે પુત્રની અટકાયત કરી ગન કબ્જે કરી છે.

Img 20220518 Wa0043

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં શિવદ્રષ્ટ્રી પાર્કમાં રહેતા જીએસટી કર્મચારી સુભાષભાઇ દેવકરણભાઇ દાંતી નામના 49 વર્ષના ગઢવી પ્રૌઢની છાંતીમાં ગોળી લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યાની રેલનગરમાં રહેતા શાબીરભાઇ શેખે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બજરંગવાડીમાં રહેતા આરિફ ખોખર, તેના પુત્ર આર્મીમેન અજીલ ખોખર અને અરસીલ ખોખર સામે ગુનો નોંધી અટકાયત કરી છે.

રેલનગરમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા તવકલબેન શેખની પુત્રી સાનિયાના લગ્ન બજરંગવાડીમાં રહેતા અને ફાયર બ્રિગેડમાં રહેતા અરસીલ આરિફ શેખ સાથે થયા હતા તેમને ત્યાં પુત્રનો જન્મ થતા સાનિયાબેનની માતા તવલકબેન શેખે અજમેર શરીફ પગે લાગવા જવાની માતા કરી હોવાથી એક સપ્તાહ પૂર્વે સાનિયાબેન પોતાની માતા તવલકબેન સાથે અજમેર ગયા બાદ ગઇકાલે સવાલે પરત આવ્યા હતા.

Img 20220519 Wa0012

સાનિયાબેનના ફાયરમેન પતિ અરસીલ ખોખરે કેમ મને પૂછયા વિના અજમેર શરીફ દર્શન કરવા ગયા તેમ કહી ઝઘડો કરી સાનિયાબેનને ઘરમાંથી કાઢી મુકતા સાનિયાબેન ખોખર રેલનગરમાં રહેતા પોતાના મામી દિલસાદબેન જાહિદ શેખના ઘરે જતી રહી હતી. આથી પતિ અરસીલ ખોખર ઉશ્કેરાયો હતો અને રેલનગરમાં દિલસાદબેનના ઘરે જઇ ઝઘડો કર્યો હતો.

અરસીલ ખોખર ઝઘડો કરતો હોવાની બજરંગવાડીમાં રહેતા સાનિયાબેનની માતા તવલકબેન, પોતાના પુત્રવધૂ રૂબીનાબેન અને તેનો પુત્ર શાબીર શેખ રિક્ષામાં રેલનગર જતા હતા તે દરમિયાન આર્મીમેન અઝીલ ખોખર અને તેના પિતા આરિફ ખોખ પણ એરપોર્ટ બગીચા પાસે ભેગા થઇ જતા ત્યાં જ બોલાચાલી થઇ હતી.

તે દરમિયાન દિલસાદબેન પોતાની ભાણેજ સાનિયાને લઇને એરપોર્ટ બગીચા પાસે આવતા દિલસાદબેન અને વૃધ્ધા તવકલબેન પર અરસીલ ખોખરે હુમલો કરતા તેઓને છોડાવવા માટે ત્યાંથી પસાર થતા સુભાષભાઇ દાતી વચ્ચે પડી પોલીસને જાણ કરી હતી. આથી ઉશ્કેરાયેલા આર્મીબેન અઝીલ ખોખરે પોતાના પરવાનાવાળા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા સુભાષભાઇ દાંતીને છાંતીમાં ગોળી લાગતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. હુમલામાં કુસુમબેન મહંમદ હુસેન શેખ અને દિલસાદબેન ઘવાતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

એરપોર્ટ પાસે સરા જાહેર ફાયરિંગ કરી હત્યા કર્યાની ઘટનાની જાણ પોલીસને થતા ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોચી 315 લોંગ વેપન સાથે આર્મીમેન અઝીલ ખોખર, તેના ભાઇ અરસીલ ખોખર અને તેના પિતા આરિફ ખોખરની પી.આઇ. હડીયા, પીએસઇ જે.જી.રાણા અને રાઇટર હીરાભાઇ રબારીએ ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.