Abtak Media Google News

ધાક ધમકી આપી રૂ.૨૦ હજાર પડાવી લઈ પાંચ લાખની ખંડણી માગતા શખ્સ સામે નોંધાતો ગુનો

ગોંડલમાં કંટ્રકશનનું કામકાજ કરતા કોન્ટ્રાકટરને મકાન બનાવવા બદલ રૂ.૫ લાખની ખંડણી માગી ધાક ધમકી આપી ૨૦ હજાર પડાવી લેનાર શખ્સ સામે ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ ગોંડલમાં કંટ્રકશનનું કામ કરતા ફેસલભાઇ અમીનભાઇ ગાજીયાણીએ પોતાની ફરિયાદમાં આરોપીમાં બસીરભાઈ યુનુશભાઈ શેખાનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, હુ ગોંડલમા છુટક મકાન તથા બાંધકામ કંટ્રકશનના કોન્ટ્રાક્ટ રાખુ છુ.ગઇ તા.૧૬/૦૭ ના રોજ બપોરના આશરે એકાદ વાગ્યે હુ દેવપરા ચોકમા હતો ત્યારે મને ગોંડલમા ૨હેતા બસીરભાઇ યુનુશભાઇ શેખાનો ફોન આવેલ અને મને કહેલ કે, તુ ક્યા છો ? ભાઇ, તારૂ મકાન નાગર શેરીમા બને છેને તેમ કહેતા મે હા પાડેલ તો તેને મને કહેલ કે, તુ મકાન બનાવેશ તો મને રોમા ટોકીઝ ચોકમા મળવા આવ તેમ વાત કરેલ એટલે હુ મારૂ મોટર સાયકલ લઇ રોમા ટોકીઝ ચોકમા આશરે સવા એકાદ વાગ્યે ગયેલ તો ત્યા આ બસીરભાઇ યુનુશ ભાઇ શેખા હાજર હોય હુ તેની પાસે ગયેલ તો આ બસીરભાઇએ મને કહેલ કે, રજા લીધા વગર મકાન કેમ બનાવેશ ?

તેમ કહેતા મે તેને કહેલ કે, તમે મને શુ કામ હેરાન કરો છો ? તેમ કહેતા બસીરભાઇએ મને કહેલ કે, આમા તારે વહીવટ કરવો પડશે તેમ કહેતા મે તેને પુછેલ કે શુ વહીવટ કરવો પડશે તો બસીરભાઇએ કહેલ કે, તારે મને પાંચ લાખ રૂપીયા આપવા પડશે એટલે મે તેને કહેલ કે, હુ નાનો માણસ છુ મારી પાસે એટલા બધા રૂપીયા ક્યાંથી આવે તો તેણે કહેલ કે, તારી પાસે કેટલા રૂપીયા છે તો મે તેને કહેલ કે, મારી પાસે અત્યારે વીસ હજાર રૂપીયા છે તો તેણે કહેલ કે, તે વીસ હજાર રૂપીયા આપી દે તેમ કહેતા મને આ બસીરભાઇનો ડર લાગતા મે તેને મારી પાસે રહેલ વીસ હજાર રૂપીયા આપી દીધેલ તો તેણે કહેલ કે, બાકીના રૂપીયા ક્યારે આપીશ તે રૂપીયા તુ જેનુ મકાન બનાવે છે

તેની પાસેથી કરાવી દે તેમ કહેતા મે તે ને કહેલ કે, હુ અજમેર જાવ છુ બે દિવસ પછી કાંઇક કરાવી આપીશ તેમ કહેલ બાદ ગઈકાલના રોજ બપોરના બેક વાગ્યે બસીરભાઇનો ફોન આવેલ અને કહેલ કે, અજમેરથી આવી ગયો તો મે હા પાડતા તેને મને કહેલ કે, મારા માટે પ્રસાદી લઇ આવ્યોને તો મને આપી દે હાલ તેમ કહેલ એટલે હુ અમારા સમાજના આગેવાનોને વાત કર્યા બાદ મે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.