Abtak Media Google News

ઢિકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય સામે નોંધાતો ગુનો

ગોંડલમાં જેતપુર રોડ પર આવેલ ત્રણ ખુણીયા પાસે ગુરુકૃપા નામે નાસ્તાની દુકાન ધરાવતા વેપારી પર ગોંડલના ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી ઢિકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોંડલ સીટી પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ ગોંડલમાં જેતપુર રોડ પર આવેલ ત્રણ ખુણીયા પાસે ગુરુકૃપા નામે નાસ્તાની દુકાન ધરાવતા ભાવિનભાઈ પ્રવીણભાઈ નિમાવત નામના વેપારીએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં તેના જ ગામના હિતેશ જાદવ ભરવાડ, હિતેશનો ભાઈ તેના પિતા જદાવભાઈ અને હિતેશના મિત્રનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે,ગઈકાલે તેઓ પોતાની ફરસાણ દુકાને હતા ત્યારે ત્યાં હિતેશ તેના મિત્રોને ભાઈ સાથે નાસ્તો કરવા માટે આવ્યો હતો.નાસ્તો કર્યા બાદ વેપારીએ પૈસા માગતા હિતેશએ પૈસા આપવાની ના પાડી ગાળો આપી ઝગડો કર્યો હતો.અને વેપારીને તેના પિતા સાથે વાતચીત કરવા તેને પણ ગાળો આપી હતી.અને આરોપીઓ છરી વડે હુમલો કરી વેપારીને ઈજા પહોંચાડી હતી.અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી તેમને ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.