Abtak Media Google News

પાણી ભરવાના મુદ્દે બોથડ પદાર્થના ધા ઝીંકી ઢીમ ઢાળી  લાશ  કૂવામાં પડી ગયાની ખોટી સ્ટોરી ઊભી કરી પોલીસને ધંધે લગાડી

ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામે  કુવામાંથી મહીલાની લાશ મળી આવતા માથા અને મોઢા પર ઇજાનાં નિશાન હોય હત્યાની શંકાએ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી શંકાના દાયરામાં રહેલા મૃતક મહીલાના પતિની પુછપરછ સાથે તપાસ હાથ ધરી હતી .વધુ વિગત મુજબ  કમઢીયાગામના  ખેડુત કાનજીભાઈ હીરપરાની વાડીએ દુદાભાઇ પરીવાર સાથે ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશના ગુજ્જુ ભગવાડી  પોતાની પત્ની મીનકાબાઇ અકસ્માતે કુવામાં પડી ગયાની જાણ સુલતાનપુર પોલીસને કરતા પીએસઆઇ ડી.પી.ઝાલા સ્ટાફ સાથે વાડીએ દોડી જઇ મીનકાબાઇ નાં મૃતદેહ ને કુવામાં થી બહાર કાઢ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

મીનકાબાઇ ના માથા અને મોઢા પર ઇજાના નિશાન હોય બનાવ ને શંકાસ્પદ ગણી પોલીસે મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો . પાણી ભરવાનાં મુદ્દે ગુડ્ડને પત્નિ મીનકાબાઇ સાથે માથાકુટ થતા ઉશ્કેરાયેલા ગુડ્ડ એ પત્નિ ને  બોથડ પદાર્થ વડે  મારમારી હત્યા કર્યા બાદ મૃતદેહને કુવામાં નાખી ને અકસ્માતે કુવામાં પડી ગયાની સ્ટોરી ઉભી કર્યા ની શંકા પોલીસ ને જતા ગુરુ ને સકંજા માં લઈ પુછપરછ હાથ ધરી છે.

વધુ માં મૃતક ની નાની પુત્રીએ પણ પોલીસને ત્રુટક ભાષામાં તેના પિતાએ જ માતાને મારી નાખ્યાનું જણાવ્યું હોય પતિ જ હત્યારો હોવાની પોલીસ ને દ્રઢ શંકા છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.