• પરિવારે ચક્ષુદાન કરીને સમાજમાં દાખલો બેસાડ્યો

ગોંડલ નાં નાગડકા રોડ પર આવેલી સાટોડીયા સોસાયટી માં રહેતી 11 વર્ષ ની માશુમ બાળકી પોતાની વાડીએ  અક્સ્માતે થ્રેશર મશીન માં ખેચાઇ જતા તેનું કરુણ મોત  નિપજ્યું  હતુ. સત્સંગી પરિવારે હેતવીની બન્ને આંખનું ચક્ષુદાન કર્યું હતું.  પ્રાપ્ત વિગત મુજબ સાટોડીયા સોસાયટી માં રહેતા જીતેન્દ્રભાઇ ધીરુભાઈ ગઢીયા  ની  પુત્રી  હેતવી રવિવારે સાંજે વાડીએ રમતી હતી. રમતા રમતા થ્રેશર પાસે પંહોચતા  થ્રેસરના વેક્યુમે તેને ખેંચી લીધી હતી.જેને કારણે માથા માં ગંભીર ઇજા પંહોચતા તેનું મોત થયું હતું.

મૃતક હેતવી ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. તેના માતા શિલ્પાબેન ઇઅઙજ ગુરુકુલમાં શિક્ષીકા તરીકે ફરજ  બજાવે  છે. માશુમ હેતવી નાં પરીવારે ચક્ષુદાન ની ઇચ્છા વ્યક્ત કરતા સામાજિક આગેવાન  શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડે જહાટકીયા આંખની હોસ્પિટલ ને જાણ કરતા હોસ્પિટલ ના ડોક્ટરો તરફથી સેવા આપાઇ હતી. ઘટના ની જાણ થતાં ટીમ ગણેશના સભ્યો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ  ગોંડલ સિવિલ હોસ્પીટલથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની ટીમ ના સભ્યો જગાભાઈ બાંભવા, ગીરીશભાઈ ગોહેલ, જયભાઈ માધડ તેમજ નગરપાલિકાના સુધરાઈ સભ્ય હર્ષદભાઈ વાઘેલા દ્વારા ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ મારફતે ચક્ષુદાન થયેલ આંખો રાજકોટ  સિવિલ હોસ્પિટલ પોહચડવામાં આવી હતી અને સેવાભાવી સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તેમજ ટીમ ગણેશ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

ગઢિયા પરિવાર પર આભ ફાટ્યું છતાં પરિવારે ચક્ષુદાનનો વિચાર કરી એક દાખલો બેસાડ્યો છે. જીતેન્દ્રભાઈને સંતાન માં બે દિકરી અને એક દીકરો હતો. જેમાં  હેતવી બીજા નંબરની દીકરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.