Abtak Media Google News

વેરી તળાવમાં નર્મદાનુ પાણી ઠલવાયુ:ભર ઉનાળે વેરીતળાવ થશે ઓવરફલો

સતત છઠ્ઠા વર્ષે પણ ગોંડલ ની જીવાદોરી સમાન વેરીતળાવ મા નર્મદા ના પાણી ઠલવાતા અને ભર ઉનાળે બે કે ત્રણ દિવસ મા વેરીતળાવ ઓવરફલો થશે ત્યારે ગોંડલ ની નેતાગીરી ખરા અર્થ માં પાણીયારી સાબીત થઇ છે.ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ની ગોંડલ ના પાણી પ્રશ્ર્ને અથાગ મહેનત કામયાબ બની હોય તેમ ઉનાળા ના કપરા દિવસો મા શહેરીજનો ને તરસ્યુ રહેવુ નહી પડે.સૌની યોજના હેઠળ નર્મદા ના નિર વેરીતળાવ મા ઠલવાઈ રહ્યા હોય  સેમળા નજીક ગણેશગઢ પાસે આગેવાનો દ્વારા શાસ્ત્રોક વિધી અને આરતી કરી નર્મદા મૈયા ના નિર ના વધામણાં કરાયા હતા. ઉનાળો ધીરે ધીરે આકરો બની રહ્યો છે.જેના પગલે શહેર ના જળાશયો ના તળીયા દેખાઇ રહ્યા છે અને પાણી ના તળ પણ ઉંડા જઈ રહ્યા છે.

અલબત્ત પાણી ની તંગી છેલ્લા કેટલાક વર્ષો થી ભુતકાળ બની ચુકી હોય ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ની રાજ્ય સરકાર ને કરાયેલી તાકીદ ની રજુઆત ને પગલે સૌની યોજના અંતર્ગત ગુદાસરા પોઇન્ટ થી નર્મદા ના નિર ગોંડલ વેરીતળાવ મા ઠલવાઈ રહ્યા હોય ગણેશગઢ પાસે નદી મા વહેતા નર્મદા ના નિર ના પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,ગણેશભાઈ જાડેજા,અશોકભાઈ પીપળીયા,નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઓમદેવસિંહ જાડેજા,ગૌતમભાઇ સિંધવ, પિન્ટુભાઈ ચુડાસમા,રીનાબેન ભોજાણી,  પુર્વ પ્રમુખ મનસુખભાઇ સખીયા પૃથ્વીસિહ જાડેજા સહિત પાલીકા સદસ્યો અને આગેવાનો વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે આરતી કરી વધામણા કર્યા હતા.

નર્મદા ના નિર થી વેરીતળાવ આગામી બે કે ત્રણ દિવસ મા ઓવરફલો થશે.જેને પગલે આશાપુરા ડેમ તથા સેતુબંધ પણ ઓવરફલો થનાર હોય કાળજાળ ઉનાળા મા ગોંડલ તરસ્યુ નહી રહે અને જમીન ના તળ પણ ઉચકાશે.ધારાસભ્ય ગીતાબા તથા આગેવાનો એ પાણી સમસ્યા હલ કરવા બદલ રાજ્ય સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય ગીતાબા ની પાણીદાર નેતાગીરી ના પગલે સતત છઠ્ઠા વર્ષે ભર ઉનાળે શહેર ના જળાશયો છલકાઈ ઇતિહાસ સર્જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.