ગોંડલ ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગંગોત્રી સ્કૂલે પોતાના ગુજરાત બોર્ડ તેમજ ગોંડલ કેન્દ્રમાં દબદબો જાળવી રાખેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડનું ૬૭.૫૦% પરીણામ, રાજકોટ જીલ્લાનું ૭૫.૯૨%, ગોંડલ કેન્દ્રનું ૭૬.૫૦% જયારે ગંગોત્રી સ્કુલનું ૯૭.૫૦% પરીણામ આવેલ છે.

IMG 20180528 WA0049ત્યારે દલસાણીયા ફોરમે ૯૯.૯૮ પીઆર મેળવી ગુજરાત બોર્ડમાં બીજુ સ્થાન મેળવતાની સાથોસાથ ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. જયારે ભાલોડી દર્શને ૯૯.૯૫ પીઆર સાથે ગુજરાત બોર્ડમાં પાંચમાં સ્થાનની સાથો સાથ ગોંડલ કેન્દ્રમાં બીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

ભાલાળા પ્રિન્સ ૯૯.૯૦ પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ૧૦માં સ્થાને રહેલ છે. ધોરણ ૧૦ હોય કે ધોરણ ૧૨ સાયન્સ હોય કે પછી કોમર્સ હોય ગંગોત્રી સ્કૂલ દ્વારા દર વર્ષ પરીણામની હારમાળા સર્જાતી હોય છે.નાના એવા ગોંડલ સેન્ટરમાં નબળા વિદ્યાર્થીઓને એડમિશન આપી ટયુશન વગર સર્વશ્રેષ્ઠ પરીણામ ગંગોત્રી સ્કૂલ દ્વારા આપવામાં આવે છે. ચાલુ વર્ષમાં માત્ર મર્યાદિત સંખયામાંથી ૯૯ પીઆર ઉપરના ૧૮ વિદ્યાર્થીઓમાં ગંગોત્રી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ છે.

IMG 20180528 WA0051ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના ભગવદભૂમિ ગોંડલને શિક્ષણ ક્ષેત્રમાં વિશ્ર્વ ફલક પાર લાવવાનું મહારાજા ભગવતસિંહજીએ જે સ્વપ્ન સેવેલ છે તે સ્વપ્નને ગંગોત્રી સ્કૂલે પોતાનું મિશન બનાવેલ છે અને આવા સર્વશ્રેષ્ઠ અવિસ્મરણીય પરિણામો ગંગોત્રી સ્કૂલ દ્વારા દર વર્ષે આપવામાં આવી રહ્યા છે.

ખેડૂત પુત્ર પ્રિન્સ રાજેશભાઈ ભાલાળાએ બોર્ડમાં ૯૯.૯૦ પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં ૧૦મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમના કહેવા મુજબ આ મુકામ સુધી પહોંચવામાં મારી મહેનત, મારા માતા-પિતા અને સ્કૂલના ચેરમેન સંદીપભાઈ બહુમુલ્ય યોગદાન છે. મારા માતા-પિતા ઉચ્ચ અભ્યાસ ન કરેલ હોવા છતાં તેમનું એક સ્વપ્ન હતું કે, હું બોર્ડમાં સારું રીઝલ્ટ પ્રાપ્ત કરું.

ધરતીપુત્ર દર્શન હિતેષભાઈ ભાલોડી ૯૯.૯૫ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં પાંચમાં સ્થાને તેમજ ગોંડલ કેન્દ્રમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી તેમના માતા-પિતાને અને સ્કુલનો વિશ્ર્વાસ જીત્યો. દર્શનના કહેવા મુજબ મને આ મુકામ સુધી પહોંચવા માટે મારી મહેનત ઉપરાંત મારા માતા-પિતા અને સ્કૂલના ચેરમેન સંદીપભાઈનું અમૂલ્ય યોગદાન છે. મારા માતા-પિતાએ ખુબ જ મહેનત કરી અને મારી સ્કુલમાં અભ્યાસ કરાવ્યો જેમના અથાગ પરિશ્રમથી મેં આ રીઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. તેમજ મારી સ્કૂલના ચેરમેન સંદીપભાઈ અને મેનેજમેન્ટ તરફથી ટેસ્ટ આયોજન અને વાંચન આયોજન બનાવી આપ્યું હતું. તેમજ સ્માર્ટ વર્ક કેમ કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.