Abtak Media Google News

દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રેલવેની ગાડી ફરી ટ્રેક પર દોડવા લાગી છે. રાજકોટથી ભારત દર્શન અને પિલગ્રીમ સ્પે. ટુરિસ્ટ ટ્રેન દોડશે. લોકડાઉન પછી ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા, રાજકોટથી 3 ભારત દર્શન અને 3 પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.  જેમાં ભારત દર્શન સ્પે.ટુરિસ્ટ ટ્રેનમાં સાઈ દર્શન મહાબળેશ્વર સાથે ગોવા  તા.26 સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર સુધી સાઉથ દર્શન ટ્રેન બીજી નવેમ્બરથી 13 સપ્ટેમ્બર હરિહર ગંગે ટ્રેન 16થી 27 સપ્ટેમ્બર સુધીની છે.

સાંઈ દર્શન મહાબળેશ્ર્વર સાથે ગોવા, સાઉથ દર્શન, હરિહર ગંગે, ઉત્તર દર્શન, રામ જન્મભૂમિ સાથે છપૈયા ટુર પેકેજ: કોરોના પ્રોટોકોલનું ધ્યાન રખાશે

પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેનમાં ઉત્તર દર્શન માટે 28 ઓગષ્ટથી 5 સપ્ટેમ્બર સુધી, સાઉથ દર્શન માટે 11 થી 22 ડિસેમ્બર, રામ જન્મભૂમિ સાથે છપૈયા માટે 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીની રહેશે. પત્રકાર પરિષદમાં અમદાવાદ રીજીનલ ઓફિસના સિનિયર સુપરવાઈઝર અમિત ઉપાધ્યાયે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, આ બધી ટુર કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજીત કરી છે. આ બધી ટુરિસ્ટ ટ્રેનો રાજકોટ થી ઉપડશે અને રાજકોટ પરત આવશે.

આ ટુર પેકેજોમાં ભોજન (ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ કર્મચારી અને જાહેરાત-માહિતી માટે અનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે. વધારે માહિતી માટે લોગ ઇન કરો www. irctc tourism .com અથવા સંપર્ક કરો 079- 6582675,8287931718, 8287931634,9321901849, 9321901851,9321901852. મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની આઈઆરસીટીસી ઓફિસથી તથા અધિકૃત એજન્ટો પાસેથી પણ ટિકીટ બુક કરાવી શકે છે.

અમિત ઉપાધ્યાયે આગ્રહ પણ કર્યો કે મુસાફરોને “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં” ભાગ લેવા અને વહેલી તકે રસીકરણ કરાવવા અને કોવિડથી સુરક્ષિત રહેવા વિનંતી છે. મુસાફરોની સલામતી માટે, પ્રવાસ શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે, અને “આરોગ્ય-સેતુ” એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. ટ્રેનમાં સરળ દવાઓ ઉપલબ્ધ થશે અને જો જરૂર પડે તો માંગ મુજબ નજીકના સ્ટેશન પર રેલ્વે ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

જો કોઈ મુસાફર બીમાર પડે છે તો એક અલગ કમ્પાર્ટમેન્ટની વ્યવસ્થા રહેશે.દેશમાં કોરોના વાયરસને કારણે લાગુ થયેલ લોકડાઉન પૂર્ણ થયા બાદ અને ફરીથી એર લાઈન્સ ને મંજૂરી આપવામાં આવી છે, ત્યારબાદ રેલવેએ વિવિધ સ્થળોએ હવાઇ મુસાફરીની યોજના શરૂ કરી છે, જે આગામી મહિનાના ઓગસ્ટ થી માર્ચમાં અમદાવાદથી રવાના થશે અને તમામ ટૂર પેકેજોમાં હવાઈ મુસાફરી તેમજ રાત્રિ રોકાણ માટે 3 સ્ટાર હોટલ અને પર્યટન સ્થળોએ મુસાફરી કરવા માટે એસી. નોન એસી ટ્રાન્સપોર્ટ સામેલ છે.

જેમાં ટુરિસ્ટ સ્થળ લેહ લદાખની સાથે તુર્તુક (લેહ – શામ વેલી- નુબ્રા- તુર્તુક- પેંગોંગ-લેહ), અંદમાન (હૈવલોક, નીલ, પોર્ટ બ્લેર), કર્ણાટક (બેંગ્લોર, મૈસુર, ઉટી), નોર્થ-ઇસ્ટ (બાગડોગરા -ગંગટોક-દાર્જિલિંગ-સીલીગુરી-બાગડોગરા), સિમલા – મનાલી (ચંડીગઢ-સિમલા-મનાલી- ચંડીગઢ), કાશ્મીર (શ્રીનગર-સોનમર્ગ-પહલગામ-ગુલમર્ગ) અને કેરળ (કોચી, મુન્નાર, થેકકડી, કુમારકોમ) રહેશે. તમામ પ્રવાસમાં મુસાફરોની સલામતી માટે પ્રવાસ શરૂ કરતા પહેલા એરપોર્ટ દ્વારા નીતિ અને નિયમોનું પાલન કરવું પડશે અથવા ” આરોગ્ય-સેતુ” એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાતરી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.