ખેલૈયાઓ માટે ખુશખબર…..”અબતક સુરભી” રાસોત્સવના ખૈલેયાઓ 18% GST ના બોજ વગર ગરબે ધૂમશે

રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18% જીએસટી લગાવતા રાજ્યભરના ગરબાના ખેલૈયાઓએ સરકારના આ નિર્ણય નો વિરોધ કર્યો છે. મળતી માહિતી મુજબ 500 રૂપિયાથી વધુ કિંમતના ગરબાના પાસ પર 18% જીએસટી લગાવવામાં આવશે ત્યારે વિરોધના આ વંટોળ વચ્ચે રાજકોટ શહેરના સુરભી કલબે ખેલૈયાઓ માટે રાહતરૂપી નિર્ણય જાહેર કર્યો છે. રાજકોટનું પ્રતિષ્ઠિત ગરબા આયોજન ’અબતક સુરભી” નવરાત્રી મહોત્સવના તમામ ખેલૈયાઓ માટે સુરભી કલબના પ્રેસિડન્ટ વિજયભાઇ વાળાએ જણાવ્યું હતું કે અમે જીએસટીનો માર ખેલૈયાઓના ખભે નહીં રહેવા દઈએ.

18% જીએસટી સુરભી કલબ ભોગવશે:
ઉમદા નિર્ણયથી “અબતક સુરભી” રાસોત્સવના ખેલૈયાઓ થયા ખુશખુશાલ

ગરબાના સિઝન પાસ પર જે કાંઈ પણ જીએસટી ટેક્ષ ભરવાનો થશે તે સુરભી કલબ ભોગવી લેશે.વિજયભાઈ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી તમામ ખેલૈયાઓનો સુરભી ગ્રુપ સાથે અનોખો સબંધ બની ગયો છે .સુરભી ગ્રૂપ માં આવતા તમામ ખેલૈયાઓ અમારા પરિવારના સદસ્ય છે. અબતક સુરભી નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે અમે સિઝન પાસ જેન્ટ્સ પાસ રૂપિયા 1500 , લેડીઝ પાસ રૂપિયા 1500 રાખ્યા છે.તેમાં સરકાર જે કાંઈ પણ 18% જીએસટી નો નિર્ણય કરશે તે 18% જીએસટીની રકમ આયોજક પોતે જ ભોગવી લેશે.અબતક સુરભી ના તમામ ખેલૈયાઓ વિજયભાઇ વાળાના આ નિર્ણય થી ખૂબ ખુશ થયા છે અને આ નિર્ણય બદલ તમામ ખેલૈયાઓએ આયોજકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.