Abtak Media Google News

રકતદાન કાર્યને યુગ દિવાકર રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા તપસમ્રાટ પૂ.ગુરુદેવશ્રી રતિલાલજી મ.સા.ની ૨૦મી પુણ્યતિથી, યુગ દિવાકર રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા.ની ૨૭મી દિક્ષા જયંતિ તથા સર્વે નવદિક્ષીતની દિક્ષા જયંતી નિમિતે સિવિલ હોસ્પિટલના ગરીબ અને જ‚રીયાતમંદ દર્દી અને થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ રાખવામાં આવ્યો છે.

Advertisement

અર્હમ યુવા સેવા ગ્રુપ તા.૪ને રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન, ૪ આફ્રિકા કોલોની, ૧૫૦ ફુટ રીડ, પાણીના ટાંકા પાછળ, રાજકોટ ખાતે આ મહાદાની રકતદાન પર્વ ઉજવવા જઈ રહ્યું છે. જેઓને લોહીની સતત જ‚ર રહે છે તેવા સરકારી હોસ્પિટલના થેલેસેમિયા પીડિતો અને દર્દીઓ માટે આ રકતદાન કેમ્પનું આયોજન થયું છે. જેમાં રકતદાતાઓને આકર્ષક ગીફટ આપવામાં આવશે અને તેમના માટે ગુરુપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન માટે ૯૪૨૯૫ ૦૨૪૪૬ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દર શનિવારે સિવિલ હોસ્પિટલમાં ૨૫૦ થી ૩૦૦ જ‚રીયાતમંદ દર્દીઓના સગા-વ્હાલાને અલગ-અલગ ગરમા ગરમ નાસ્તો આપવામાં આવે છે. ઉનાળામાં સ્લમ અને ઝુંપડપટ્ટીવાળા વિસ્તારમાં ૪ થી ૫ છાશ વિતરણ કેન્દ્ર દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ, શાળા અને કોલેજના ભણતા વિદ્યાર્થીઓને આશરે ૪૫૦૦૦થી વધુ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ રાહત દરે કરવામાં આવે છે. દર મહિને ડાયાલીસીસ કરાવતા ગરીબ દર્દીઓને ડાયાલીસીસના બોન્ડ અને અન્નદાનની કીટ આપવામાં આવે છે. ગરીબ દર્દીઓને દવા આપવી અને નાના-મોટા ઓપરેશન પણ કરાવી આપવામાં આવે છે. શિયાળામાં ફુટપાથ પર રહેતા ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.