Abtak Media Google News

જનમંગલ સ્ત્રોત્રના પાઠ, સત્સંગ, પુજન, અર્ચન સહીતના કાર્યક્રમો યોજાયાં

સ્વામીનારાયણ સંપ્રદાયના યોગીવર્ય સદગુરુ ગોપાલાનંદ સ્વામીની ર૧રમી દીક્ષા તિથિએ લંડનમાં વસ્તા ગુરુકુલના ભૂતપૂર્વ વિઘાર્થી તથા કચ્છ- સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના ભાવિકોએ ભકિતભાવ પૂર્વક પૂજન અર્ચન કરેલ.

રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળની યુ.કે. શાખા ખાતે ગોપાલાનંદ સ્વામીની દીક્ષા તીથીએ સ્વામીનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરતથી પધારેલા પ્રભુ સ્વામીએ સ્વામીના જીવન વિષે કહેલું ક, સમર્થ સંત હોવા છતાં તેઓએ કયારે પૂજાવા કે પરચા આપવાનો પ્રપંચ રહ્યા નહતો. સારંગપુરમાં કષ્ટભંજન દેવની મૂર્તિમાં સાક્ષાત પ્રાણ પુરનારા આ સંતના પ્રતાપે આજે દેશ વિદેશના હજારો દુ:ખીયા લોકો પોતાના દુ:ખ દૂર કરવા સારંગપુર પધારે છે.

7537D2F3 1

વરણામાં વડોદરા તથા નીલકંઠ ધામ પોઇચાના ભકિત નયનદાસજી સ્વામીએ હરિભકતોને સંબોધતા કહ્યું હતું કે, સ્વામીનારાણ ભગવાને સ્વધામ ગમન જતા પહેલા હજારો સંતો અને સત્સંગીઓને કહ્યું હતું કે સૌ ગોપાલાનંદ સ્વામીની આશામાં રહેજો. બન્ને આચાર્યો  કેજે વડતાલ ગાદીના રધુવીરજી મહારાજ તથા અમદાવાદ કાલુપુર મંદીરના અયોઘ્યાપ્રસાદજી મહારાજના કાંડા ભગવાને ગોપાલાનંદ સ્વામીના હાથમાં સોંપેલ એમેન પણ સ્વામીની આજ્ઞામાં રહેવાનુેં કહેલ  આવા સમર્થ સંતની આજે ૨૧૨મી દીક્ષા તિથિ લંડન ખાતે ઉજવાઇ હતી.

આ પ્રસંગે ઉ૫સ્થિત કચછના ભકતો કિશોરભાઇ ખીમાણી દહીંસર, રવજીભાઇ બળદીયા, હિતેશ લાખાણી, હિતેન રાઘવાણી, રાજેશ ગોરસીયા, ભીમજીભાઇ સવાણી તેમજ બાબુભાઇ પરમાર, દિલીપભાઇ ઢોલરીયા, ભરતભાઇ દેસાઇ, પીઠવાજાળ સુરેશભાઇ બાબરીયા, રંગપર, હરિકૃષ્ણભાઇ ચાંગેલા, રાજકોટ અનિલભાઇ ગેવરીયા સુરત, ઉપેન્દ્રભાઇ પરમાર તરવડા, અર્જુનભાઇ પટોળીયા, ભાવિનભાઇ હીરપરા, વિપુલભાઇ કયાડા, ભાવેશભાઇ કયાડા  વગેરે ભકતોએ પુજન અર્ચન કરી ધન્યતા અનુભવેલ.

ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી પધારેલ સંતો પ્રભુસ્વામી, ભકિતનયન દાસજી સ્વામી, વિરકતજીવનદાસજી સ્વામી અને વચનામૃત દ્વિશતાબ્દીની ઉજવણી આગામી તા. ૩૦ નવેમ્બરના રોજ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.