Abtak Media Google News

કોન્ટ્રાકટ ફાર્મિંગ થકી ૫૦,૦૦૦ એકર જમીનને ઉપજાઉ બનાવાશે: કૃષિ કાયદાની જમાવટ કરવા ગુજરાતમાં ‘બાગાયત વિકાસ મિશન’ લોન્ચ

‘ખેતી હોય એની ખેતી નહીં… જે ‘ખેતી’ કરે એની ખેતી’ માટે ગુજરાતની વિકાસશીલ વિજયભાઈ રૂપાણી સરકારે દેશમાં ખેતીની સુધારા ક્ષેત્રે પહેલ કરવાની એક આગવી પરંપરા ઉભી કરી છે. ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સાથે રૂપાણી સરકારની પણ સંવેદનશીલતાભર્યા નિર્ણયોથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે એક બાદ એક દ્વાર ખુલી રહ્યાં છે. ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટોને ગુજરાતમાં સવિશેષ ફળદાયી બનાવવા માટે વિજયભાઈ રૂપાણી સરકારે ગઈકાલે ખેતીને આધુનિક બનાવવા માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સીડ યોજનાની જાહેરાત કર્યા બાદ બાગાયતી ઔષધીય પાકની ખેતી માટે સરકારી પડતર જમીન લીઝ ઉપર આપવાની ક્રાંતિકારી યોજના જાહેર કરી છે. કૃષિ કાયદાની જમાવટ કરવા ગુજરાતમાં બાગાયતી મીશન લોન્ચ કરી કોન્ટ્રાકટ ફાર્મિંગ થકી ૫૦ હજાર એકર જમીનને ઉપજાઉ બનાવવાની સાથે સાથે ખેતી હોય એની ખેતી નહીં પરંતુ જે ખેતી કરે એની જ ખેતી બનાવવાની ક્રાંતિકારી યોજનામાં ગુજરાતે પહેલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે ખેતી કરવાની ધગશ, આવડત અને કાબેલીયત ધરાવતા લોકો માટે ગઈકાલનો મંગળવાર ખરેખર મંગળ બનાવતી જાહેરાતમાં મુખ્યમંત્રી બાગાયત વિકાસ યોજનામાં પડતર બિન ઉપજાઉ જમીનમાં ખેતી કરવા ઈચ્છતી વ્યક્તિ અને સંગઠનો કોર્પોરેટ જગતને ફાળવીને ઉપજાઉ જમીનો બનાવવાની પરિયોજના જાહેર કરી છે. સરકારનો હેતુ કૃષિ અને બાગાયતી પાકોની સાથે સાથે ઔષધીય વનસ્પતિઓની ઉપજ વધારવા અને કૃષિ ક્ષેત્રે નિકાસની તકો વધારી પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે રોજગારી વધારવા જેવા બહુઆયામી હેતુ સિધ્ધ કરવા માટે આ યોજનાનો પ્રારંભ કર્યો હોવાનો સરકારે દાવો કર્યો છે.

મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી ખેતીની નિયત ધરાવતા લોકો માટે મંગળ મંગલમય બનનારી જાહેરાતમાં જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રનો કેટલાક ચોક્કસ પરિમાણોના કારણે પૂર્ણ વિકાસ થયો નથી. કેટલીક વિસંગતતા અને કેટલાક અવરોધોની સાથે સાતે સુષ્ક અને જમીનમાં ખારાશના કારણે કૃષિ ક્ષેત્રના વિકાસમાં અવરોધ આવે છે ત્યારે રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ પરિયોજના થકી ખેડૂતો અને ખેત મજૂરોની આવક બમણી કરવા માટે સરકારી ખરાબા અને બિનઉપજાઉ જમીનો પર ફળ-ફૂલ અને વનસ્પતિની ખેતી માટે જમીન ફાળવવાની યોજના જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં રાજ્યના પાંચ જિલ્લાઓ, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાની ૫૦,૦૦૦ હેકટર જમીનને ૩૦ વર્ષના ભાડાપટ્ટે સરકાર દ્વારા નિર્ધારીત કરેલા સર્વે નંબરો ખેતી અને બાગાયતી ફૂલ-ઝાડ અને વનસ્પતિ ઉગાડવા આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, બિનઉપજાઉ અને પડતર જમીનોને ઉપજાઉ બનાવવાની આ પરિયોજના કચ્છ, બનાસકાંઠા, પાટણઈ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં કૃષિ ક્ષેત્રે પડતર જમીનનો ઉપજાઉ બનાવવાની દિશામાં ક્રાંતિ સર્જશે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ સિંચાઈ યોજનાઓ અને આધુનિક ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિથી ખેતી વિકાસ માટે આ યોજનાઓ અસરકારક રીતે ફાયદારૂપ બનશે. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં પ્રાયોગીક ધોરણે અમલમાં આવનારી બિનઉપજાઉ જમીનોને લીઝ ઉપર આપી જેની પાસે ખેતી હોય તેને જ નહીં પરંતુ જે ખેતી કરવા ઈચ્છતા હોય તેમને ખેતી કરવાની તક આપતી સરકારની આ યોજના બનાવીને ગુજરાતે દેશભરમાં બિનઉપજાઉ જમીનોના વિકાસ-વિસ્તારની એક આગવી પહેલ કરી છે. ખેતી હોય તેને જ ખેતી કરવાનો હક્ક આપતી વ્યવસ્થાના બદલે ખેતી હોય એને જ ખેતી નહીં પરંતુ જે ખેતી કરે એની જ ખેતી બનાવવા માટેની મુખ્યમંત્રીની આ યોજના રાજ્યના વિકાસની સાથે સાથે દેશ વ્યાપી ધોરણે કૃષિ વિકાસની એક નવી દિશા કંડારશે. સરકારની આ યોજનાથી હજ્જારો એકર બિનઉપજાઉ જમીનોની સ્થિતિ બદલશે. સરકારની આવક વધશે અને કૃષિ ક્ષેત્રે વ્યક્તિગત, સંસ્થાઓ અને કોર્પોરેટ જગતની એન્ટ્રીના કારણે કૃષિને આધુનિક રૂપ મળશે. સરકારની આ યોજના અંતર્ગત એક પરિયોજનામાં ૧૨૫ એકરથી ૧૦૦૦ એકર એટલે કે ૫૦ હેકટરથી ૪૦૦ હેકટર સુધીની બિનઉપજાઉ જમીનને ફાળવવામાં આવશે. જો કે આ પરિયોજનામાં જોડાનારને ખેડૂત તરીકેનો દરજ્જો નહીં મળે. આ યોજનાનો લાભ લેનારને આઈ ખેડૂત પોર્ટલ મારફત રજિસ્ટ્રેશન અને મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સમીતીની અભિપ્રાય બાદ જમીન ફાળવવામાં આવશે. સરકાર દ્વારા આપવામાં આવનારી આ બંજર જમીનના વિકાસ માટે લાભાર્થીને પ્રથમ પાંચ વર્ષમાં ભાડુ આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યાર પછી ૬ થી ૧૦ વર્ષ દરમિયાન રૂા.૧૦૦ પ્રતિ એકર, ૧૧ થી ૨૦ વર્ષના રૂા.૨૫૦ પ્રતિ એકર અને ૨૧ થી ૩૦ વર્ષના પ્રતિ એકર રૂા.૫૦૦નું ભાડુ ચૂકવવાનું રહેશે. લાભાર્થીને સિક્યુરીટી ડિપોઝીટ તરીકે ૨૫૦૦ રૂપિયા પ્રતિ એકર ભરીને જમીનનો કબજો આપવામાં આવશે અને જમીન મંજૂર થઈને કબજો મળ્યાથી પાંચ વર્ષમાં સંપૂર્ણ પરિયોજના તૈયાર કરી લેવાની શરતો રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.