Abtak Media Google News

ગુજરાતમાં માત્ર શેરી ગરબાના આયોજનને જ મંજૂરી મળી, પણ મહારાષ્ટ્ર સરકારે ખેલૈયાઓને નારાજ ન કર્યા

મુંબઈમાં કોરોના સંક્રમણની ભીતિએ ત્યાં ગરબાને છૂટ નહિ, મુંબઈ સિવાય આખા મહારાષ્ટ્રમાં છૂટ

અબતક, નવી દિલ્હી : નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પાર્ટી પ્લોટમાં ગરબાના કોમર્શિયલ આયોજન પર પર પ્રતિબંધ મૂકાયો છે તો મહારાષ્ટ્રમાં ગરબાના આયોજનને લીલીઝંડી અપાઇ છે.

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે મહામારીમાં ગરબાના આયોજનને લઇને રાજ્ય સરકાર દ્રારા ગાઇડ લાઇન રજૂ કરાઇ છે. ગુજરાતમાં પણ શેરી ગરબાને 400 લોકોની મર્યાદા સાથે મંજૂરી અપાઇ છે. જ્યારે પાર્ટી પ્લોટના આયોજન પર આ વર્ષે પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે મહારાષ્ટ્રમાં સરકારે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનને મંજૂરી આપી છે.

મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સિવાય મહારાષ્ટ્રમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબાના આયોજનને મંજૂરી આપી છે. માસ્ક અને કોવિડની ગાઇડલાઇનના પાલન સાથે મહારાષ્ટ્ર સરકારે ગરબાને મંજૂરી આપી છે, જો કે મુંબઇ સિવાયના મહારાષ્ટ્રમાં ગરબાની મંજૂરી અપાઇ છે. આરોગ્ય  વિભાગની મંજૂરી બાદ ખેલૈયા અને આયોજકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

મહારાષ્ટ્રના આરોગ્યે વિભાગે માસ્ક અને એસઓપીના પાલન સાથે મહારાષ્ટ્રમાં ગરબાને મંજૂરીઆપી છે.  આ નિર્ણયથી હવે મુંબઇ સિવાય મહારાષ્ટ્રમાં નવેય દિવસ લોકો રંગેચંગે મા દુર્ગાની આરાધના કરી શકશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ગરબા વિદેશમાં પણ આટલા જ લોકપ્રિય છે ત્યારે દુબઇ અમેરિકા,બ્રિટેનમાં પણ ગરબાનું આયોજન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતના પાર્ટી પ્લોટના ગરબા પર બેન લાગી જતાં ખેલૈયા અને આયોજકો સહિત કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે.

આગામી 17મી ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગરબાને મંજૂરી મળી ગઈ છે. જ્યારે ગુજરાતમાં માત્ર શેરી ગરબાને જ મંજૂરી મળી છે. એમાં પણ નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી લેવાની રહેશે.

જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી નવરાત્રીમાં આરતી માટેની પરવાનગી મળી શકશે. ઉલ્લેખનીય છે કે બુધવારે ગાંધીનગરમાં પ્રદિપસિંહ જાડેજાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. તમામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી શકાશે. તમામ મંદિરોમાં એલઇડી થકી દર્શન કરાવાશે. આ સાથે જ પ્રસાદ આપવાના નિર્ણયમાં પણ સુધારો કરાયો છે. મંદિરો બંધ પેકિંગમાં પ્રસાદ આપી શકાશે. અગાઉ પ્રસાદ નહીં વહેંચવા નિર્ણય લેવાયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.