Abtak Media Google News

ખેડુતોની આવક બમણી કરવા તરફનું વધુ એક પગલું

જગતનાં તાતને દિવાળીની ભેટ આપવા માટે સરકાર અનેકવિધ પ્રયત્નો હાથધરી રહી છે ત્યારે રવિ પાકનાં ટેકાનાં ભાવમાં સરકારે અનેકગણો વધારો કર્યો છે ત્યારે એ વાત સ્પષ્ટપણે માનવામાં આવી રહી છે કે, સરકારે ખેડુતોની દિવાળી સુધારી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ઘઉંનાં ટેકાનાં ભાવમાં પ્રતિ કિવન્ટલ ૮૫ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તેવી જ રીતે જઉમાં પણ ૮૫ રૂપિયા, સરસવમાં ૧૨૫ રૂા. ચણામાં ૨૫૫ રૂપિયા, કુસુમમાં ૨૭૦ રૂપિયા અને મસુરમાં ૩૨૫ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. સરકાર દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથ પર પહોંચવાનું જે સ્વપ્ન સેવ્યું છે તેને ચરિતાર્થ કરવા માટે ખેડુતોની સ્થિતિમાં સુધારો લાવવો અત્યંત જરૂરી છે. જે દિશામાં સરકાર હાલ કાર્ય કરી રહ્યું છે. સરકારે ઘઉંની મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમ.એસ.પી)માં બુધવારે વધારો કર્યો છે. પ્રતિ ક્વિન્ટલ દીઠ ઘઉંની એમએસપી ૮૫ રૂપિયા વધારી ૧,૯૨૫ કરવામાં આવી છે. જ્યારે કઠોળની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩૨૫નો વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (સીસીઈએ)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસએ વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષ માટે રવિ સિઝનના ઘઉંની એમએસપીમાં ક્વિન્ટલ દીઠ ૮૫ રૂપિયાના વધારાનું સુચન કર્યું હતું. આ સૂચનને કેબિનેટે મંજૂર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે એમએસપીએ તે દર છે, જે દરે ખેડૂતો પાસેથી સરકાર અનાજની ખરીદી કરે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઘઉંની એમએસપી ક્વિન્ટલ દીઠ ૧,૮૪૦ રૂપિયા હતી. કઠોળના પાકને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મસુરના ટેકાના ભાવમાં ૩૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ પ્રતિ ક્વિન્ટલ દીઠ હવે ૪,૮૦૦ રૂપિયા થયો છે. આ ભાવ ગત વર્ષે ૪,૪૭૫ રૂપિયા હતો. ચણાની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ ૨૫૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધારા બાદ ચણાની પ્રતિ ક્વિન્ટલ દીઠની એમએસપી ૪,૮૭૫ રૂપિયા થઈ છે.  જે ગત વર્ષે ૪,૬૨૦ રૂપિયા હતી. તેલિબિયા, સરસવ સહિતની એમએસપીમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૨૫નો વધારો કરવામાં આવ્યો છે.  આમ આ વધારા સાથે પ્રતિ ક્વિન્ટલ દીઠની એમએસપી ૪,૪૨૫ રૂપિયા થઈ છે. જે ગત વર્ષે ૪,૨૦૦ રૂપિયા હતી.સનફલાવર્સની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૭૦નો વધારો કરવામાં આવ્યો છે. આમ સનફલાવર્સની ક્વિન્ટલ દીઠની એમએસપી ૫,૨૧૫ રૂપિયા થઈ છે. જે ગત વર્ષે ૪,૯૪૫ રૂપિયા હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.