Abtak Media Google News

એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ સહિતના જુદા જુદા ૨૪ વિભાગોની કમિટી બનાવાય

૧ જુનથી ૩૧ ઓકટોબર સુધી

દર મંગળવારે

રીવ્યું બેઠક

ગાંધીનગર

આગામી ૧૫ જુનથી રાજયમાં સતાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે પ્રથમ વખત જ ચોમાસા દરમિયાન રાહત બચાવ કામગીરી માટે વેધર વોચ કમિટીની રચના કરી છે. જેમાં સરકારનાં જુદા-જુદા ૨૪ વિભાગોને સાથે વાયુસેના, નેવી કોસ્ટગાર્ડ સહિત લશ્કરની ત્રણેય પાંખોને જોડવામાં આવી છે. આ ખાસ કમિટી તા.૧લી જુનથી ૩૧ ઓકટોબર દરમિયાન દર મંગળવારે નિયમિતરીતે બેઠક યોજી વર્ષાઋતુમાં આગાહી, ચેતવણી અને રાહત-બચાવ કામગીરીનું આયોજન કરશે.

ચોમાસા દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડા કે પુરની સ્થિતિમાં રાહત બચાવની કામગીરી ઝડપી બનાવવા ગુજરાત સરકાર દ્વારા આપદા વ્યવસ્થાપન માટે આગોતરું આયોજન કરી પહેલીવાર જ વેધર વોચ નામની કમિટીની રચના કરી છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આગામી ચોમાસાની ઋતુ માટે ખાસ કમિટી બનાવી છે જે હવમાન સંબંધિત કટોકટીનાં કિસ્સામાં જીવન-મિલકત બચાવવા માટેના સઘળા પ્રયાસો કરશે.

રાજયનાં રાહત કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ કમિટી બેઠકમાં જીએસડીએમએ શહેરી વિકાસ, નર્મદા અને જળ સંશાધનો, મત્સ્યોધોગ, ઉર્જા, પાણી પુરવઠો, આરોગ્ય, ફોરેસ્ટ, કૃષિ અને બીઆઈએસએએજી જેવા વિભાગોના ૨૪ વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ મીટીંગમાં કેન્દ્રીય સરકારી સંસ્થાઓ જેવા કે ભારત હવામાન વિભાગ (આઈએમડી), એનડીઆરએફ, વાયુસેના, આર્મી અને કોસ્ટ ગાર્ડનો સમાવેશ કરાયો હતો. રાજયમાં કટોકટી કંટ્રોલ ‚મમાં દર મંગળવારે નિયમિતપણે બેઠક યોજાશે. તેમાં આબોહવાની પરિસ્થિતિ, તાપમાન, વાતાવરણના ડિપ્રેસન માટે ચેતવણીઓ, ચક્રવાતોની સંભાવનામાં ભારે વરસાદ અને માછીમારોને ચેતવણી આપવા સહિત આપતિ વ્યવસ્થાપન તૈયારીની સમીક્ષા કરશે. આ સમિતિની બેઠકમાં મુખ્ય સચિવ અને વિવિધ વિભાગોના સચિવો પણ સાથે રહેશે.

આમ, રાજય સરકાર દ્વારા ભુતકાળનાં અનુભવો ધ્યાને લઈ ચાલુ વર્ષે વર્ષાઋતુમાં આપદા વ્યવસ્થા માટે આગોતરું આયોજન ઘડી કઢાયું છે અને આગામી ૧લી જુનથી ૩૧ ઓકટોબર સુધી દર અઠવાડિયે નિયમિત બેઠક યોજી રાહત-બચાવ અને ચેતવણી જેવી બાબતોને ગંભીરતાથી લઈ આપદા વ્યવસ્થાપનની કામગીરી કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.