સરકારી શાળા જ ઉત્તમ !! પખવાડિયામાં દોઢ હજારથી વધુ છાત્રાઓ પ્રવેશ લીધો

કોરોના મહામારીના કારણે તમામ વેપાર ધંધાને માઠી અસર થઇ છે, તો બીજી બાજુ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સંકડામણ કારણે ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી છે. જેના કારણે લોકોને હવે ખાનગી શાળાની મસમોટી ફી ન પરવડી રહી નથી. જેની સીધી અસર શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પર જોવા મળી છે.

ગત વર્ષે જિલ્લાના 1414 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો, આ વર્ષે આંકડો વધ્યો

ખાનગી સ્કૂલોની મસમોટી ફી નહીં પરવડતા સરકારી શાળા તરફ દોટ

કારણ કે, જામનગર જિલ્લામાં વિધાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2021-22માં જિલ્લામાં 7 થી 25 જૂન એટલે કે માત્ર 16 દિવસમાં 1676 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.જો કે પ્રવેશ પ્રક્રિયા હજુ પણ ચાલુ હોવાથી વિદ્યાર્થિની સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 2615 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મોકલવાનું મુખ્ય કારણ કોરોનાની પરિસ્થિતિમાં નિ:શુલ્ક નિયમિત અપાતું ઓનલાઈન શિક્ષણ, સરકાર તરફથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, વિનામૂલ્યે પાઠ્યપુસ્તક વિતરણ સહિતના ફાયદાના કારણે વાલીઓ અભ્યાસ અર્થે સરકારી શાળાઓમાં મોકલવા પ્રેરિત થયા છે.

સરકારી શાળામાં નિયમિત ઓનલાઇન, શિક્ષણ તેમજ શિષ્યવૃત્તિ ,ગણવેશ સહાય, પાઠ્યપુસ્તક વિતરણ, સમતોલ મધ્યાહન ભોજન આહાર, શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી અનેક સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે. વિદ્યાર્થીઓને ખાનગી શાળા કરતા વધુ અને ઉત્તમ સુવિધા સરકારી શાળા મળી રહી છે. આથી વિધાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ 262 છાત્રોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ હોય આ આંકડો વધવાની શકયતા છે.