Abtak Media Google News

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ સહીત 270 કર્મચારીઓ ફરજમાં જોડાયા

રાજ્ય સહિત જામનગરમાં આજે GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાઈ છે. જામનગરમાં 16 બિલ્ડીંગમાં સાડા ત્રણ હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી હતી.

આ પરીક્ષાના આયોજનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ સહીત 270 કર્મચારીઓ ફરજમાં જોડાયા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા તે પરીક્ષા રદ કરવામાં આવી છે. સ્પર્ધાત્કમ પરીક્ષાનું પેપર લીકનો મુદ્દો હજુ ગાજે છે ત્યારે આજે રાજયભરમાં જીપીએસસી દ્વારા ક્લાસ વન અને ટુની જુદી જુદી જગ્યાઓ માટે બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં 16 બિલ્ડીંગમાં સાડા ત્રણ હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.

આ પરીક્ષાના આયોજનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ સહીત 270 કર્મચારીઓ ફરજમાં જોડાયા છે. આ પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તે માટે પુરતી તકેદારી લેવામાં આવી હતી. દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી અને પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં  આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.