Abtak Media Google News

આઈપીસી અને આઈટી એકટમાં ફેરફાર કરી કડક કાર્યવાહી કરવાની તૈયારી

 બદલાની ભાવનાથી મહિલાઓની અશ્ર્લીલ તસ્વીરો તેમજ વિડિયો ઈન્ટરનેટ ઉપર મૂકી દેવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. સ્ત્રીની જાણ બહાર આવી તસ્વીરો કે વિડિયો લીક કરાતા હોવાથી તે સમાજ માટે ખૂબજ જોખમી છે. આવા વધતા બનાવોને લઈ કેન્દ્ર સરકાર સતર્ક બની છે.

રીવેન્જ પોર્ન વિડીયોને સાયબર ક્રાઈમ ગણાય છે. આવા બનાવોને રોકવા માટે કાયદો કડક બનાવવા રાજકોટ આઈપીસીની કલમોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આ મામલે ગંભીર જણાયું છે.

ઈન્ટરનેટ ઉપર વધી રહેલી જાતીય સતામણીને લઈ મંત્રી મેનકા ગાંધી કાયદો કડક બનાવવાની તૈયારીમાં છે. તેવું સુત્રો પાસેતી જાણવા મળી રહ્યું છે. હાલ ઈન્ટરનેટ ઉપર થતી જાતીય સતામણી સામે આઈપીસી અને આઈટીએકટ અમલમાં છે. પરંતુ આ એકટમાં અનેક છીંડા હોવાથી આરોપીઓ સરળતાથી છટકી જતા હોય છે. સરકાર રીવેન્જ પોર્ન વિડીયોની સાથોસાથ ચાઈલ્ડ સેકસ્યુઅલ એબ્યુસ એટલે કે બાળકો સાથેથતી જાતીય સતામણીના મુદે પણ ચિંતીત છે. આ મામલે માર્ચ મહિનામાં મળેલી બેઠકમાં કાયદામાં બહોળા ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.