Abtak Media Google News

ફેસબુક, ઇન્ટરનેટ અને વોટસએપ પર ઉશ્કેરણીજનક અને ધાર્મિક લાગણી દુભાવનાર સામે કાર્યવાહી કરવા સાઇબર સેલની રચના કરાઇ

સોશ્યલ મિડીયાના માધ્યમ પર ઉશ્કેરણીજનક અને ધાર્મિક લાગણી દુભાય તેવા મનફાવે તેવા વિવાદા સ્પદ મેસેજ પર રોક લાવવા સરકાર દ્વારા કડક કાયદો લાવી ત્વરીત કાર્યવાહીના આદેશ અપાયા છે. રાજયમાં સાઇબર ક્રાઇમ દ્વારા વિવાદા સ્પદ ટીપ્પણીને ગુનો ગણવામાં આવશે અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

સોશ્યલ મિડીયાના માધ્યમથી વર્ગવિગ્રહ થયા અને શાંતિ જોખમમાં મુકાય તેમ હોવાથી સરકારને સોશ્યલ મિડીયા પર રોક લાવવા કાયદો બનાવવાનું જણાતા તાકીદે ગૃહ વિભાગ દ્વારા આ મુદાને ગંભીર ગણીને રાજયના સાઇબર ક્રાઇમ વિભાગને એલર્ટ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે સોશ્યલ મિડીયાના માધ્યમથી કરવામાં આવતી ટીપ્પણીને ગુનો ગણવાના આદેશ આપવામાં આવ્યા છે.

ફેશબુક, વોટસએપ, ટવીટર અને ઇન્ટરનેટ પર ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદ સ્પદ મેસેજ વાયરલ કરવામાં આવશે તો તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાના ગૃહ વિભાગ દ્વારા ખાસ કમિટી બનાવી કાયદેસર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની આગેવાની લોકસભાના સેક્રેટરી જનરલ ટી.કે.વિશ્ર્વનાથનને સોપવામાં આવી હોવાનું ગૃહ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

કમિટીની રચના ઇન્ફોમેશન ટેકનોલોજી એકટ હેઠળ કરવામાં આવી છે. આ અંતર્ગત સાઇબર સિક્યુરીટીના કાયદાના નિયમનું કાયદેસર પાલન કરવામાં નહી આવે તો તેઓ સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

સોશ્યલ મિડીયા પર અણગમતા વિવાદો, વાકય અને ટીપ્પણી કરવાની ઘટના વધી રહી છે ત્યારે આ કમિટીની રચના કરી નિયમોનું પાલન થાય અને વિવાદ થતો અટકાવવાનો કાયદો બનાવી સેકશન ૭૮ ઇન્પોર્મેશન ટેકનોલોજી, સેકશન ૧૫૩ અનેસેકશન ૫૦૫ (એ) ઇન્ડિયન પીનલ કોર્ડ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

આ અંગે સરકારી સુત્રોના જણાવ્યા મુજબ સેકશન ૭૮ હેઠળ સમગ્ર મુદાઓને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે. જેમાં પોલીસ અધિકારી હોદાના ઓફિસરો તેમજ અધિકારીઓ આ મુદે તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે.

દરેક રાજયમાં સાઇબર ક્રાઇમ કોડિનેટર ફરજીયાત કરવામાં આવ્યો છે. તેમની પાસે આ પ્રકારની થતી પ્રવૃતિ અંગે પુરાવા મળશે તે અંગેની ચાપતી નજર રાખવામાં આવશે. કમિટીના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયો સહિત બધા જ જિલ્લામાં પણ સાઇબર ક્રાઇમ સેલ બનાવવામાં આવશે જે અંગેની કાર્યવાહી પીએસઆઇ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે તેમ સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.