Abtak Media Google News

પંડિત દીનદયાળ જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત બુના પ્રવાસ દરમ્યાન ભાજપાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને વિસ્તારકોને ઠેર-ઠેર જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહના બુ પ્રવાસના પગલે ગુજરાતભરનાં ૪૮ હજાર કરતાં વધુ કાર્યકર્તાઓ-વિસ્તારકો અને સામાન્ય જનતાના ઉત્સાહમાં પણ અનેકગણો વધારો યો છે. વિસ્તારકોના નવા જોમ-જુસ્સાના પગલે પાર્ટીના કાર્ય વિસ્તારમાં પણ ખૂબ ઝડપ આવી છે.

એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી ભાજપા દ્વારા ગરીબ કલ્યાણ વર્ષ તરીકે કરવામાં આવી રહી છે ત્યારે વિસ્તારક યોજના અંતર્ગત કેેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગરીબલક્ષી યોજનાનો લાભ સમાજના છેવાડાના માનવીને મળે તે માટે દેશના ૪ લાખ અને ગુજરાતનાં ૪૮ હજારી વધુ કાર્યકર્તાઓ-વિસ્તારકો ગામડે-ગામડે, ઘરે-ઘરે સંપર્ક કરી રહ્યા છે અને સરકારની યોજનાઓ વિશે સામાન્ય જનતાને અવગત કરાવી રહ્યા છે. સાોસા પાર્ટીની વિચારધારાી પણ લોકોને વાકેફ કરી રહ્યા છે. આ જન સંપર્ક અભિયાન દરમ્યાન વિસ્તારકોને ભવ્ય આવકાર મળી રહ્યો છે. લોકો પાર્ટીની વિચારધારા સો સ્વયંભુ જોડાઈ રહ્યા છે.

ગત તા. ૨૮ મેી શરૂ યેલી વિસ્તારક યોજના અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ છોટાઉદેપુર ખાતે, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, છોટાઉદેપુર અને વડોદરા ખાતે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી  પરશોત્તમભાઈ રૂપાલા મોરબી, અમરેલી, ગાંધીનગર શહેર ખાતે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેડા, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ મહેસાણા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વડોદરા, વલસાડ, પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરા જીલ્લાના બુમાં વિસ્તારક તરીકે  મુલાકાત  લીધી હતી.  પ્રદેશ  અધ્યક્ષ  જીતુભાઈ  વાઘાણીએ આજરોજ દેત્રોજ તાલુકાના બુ નં. ૧૩૭ની મુલાકાત લીધી હતી. બુ મુલાકાત દરમ્યાન ભાજપના અગ્રણીશ્રીઓએ વિસ્તારક તરીકેલોકોને ભાજપાની વિચારધારા, વિવિધ સમાજલક્ષી યોજનાઓની માહિતી આપી હતી અને સરકારની યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ બુ મુલાકાતો દરમ્યાન મહાનુભાવોનું ઠેર-ઠેર કંકુ-તિલકી ભવ્ય સ્વાગત અને પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું મહાનુભાવોની બુ મુલાકાતોને લોકોએ દિલી વધાવી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.