Abtak Media Google News

લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકાર આવા ગિગ વર્કરો માટે રાહતનો પટારો ખોલી મોટો દાવ રમશે : કામદારોને અકસ્માત વીમો, આરોગ્ય વીમો અને નિવૃત્તિ લાભો સહિતની સવલતો મળે તેવી શકયતા

ભારત એમેઝોન, ઉબેર અને ભારતના ઝોમેટો જેવા પ્લેટફોર્મ ઉપર કામ કરતા ડિલિવરી બોયઝ જેને ગિગ વર્કરો કહેવામાં આવે છે. તેઓને રક્ષણ પૂરું પાડવા સરકાર મેદાને ઉતરી છે. સરકાર આ વર્કરો માટે અકસ્માત વીમો, આરોગ્ય વીમો અને નિવૃત્તિ લાભો સહિતની સવલતો આપે તેવી શકયતા સેવાઈ રહી છે.

આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા, વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા શાસિત રાજસ્થાનની સરકારે વિવિધ પ્લેટફોર્મ પર વેચાણ પર સરચાર્જ દ્વારા ફંડ સ્થાપવાની મંજૂરી આપ્યા બાદ ભાજપ પણ હવે કેન્દ્ર કક્ષાએથી પગલુ લેવાની તૈયારી કરી રહી છે.  એક સરકારી અધિકારીએ ટ્રેડ યુનિયનો, ગીગ પ્લેટફોર્મ્સ અને રાજ્ય અધિકારીઓ સાથેની બેઠકોને ટાંકીને જણાવ્યું હતું કે, “ગીગ કામદારો માટે રાહતનાં પગલાં જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જૂથના આર્થિક અધિકારી અશ્વની મહાજને જણાવ્યું હતું કે, એમ્પ્લોયરો દ્વારા વધતા શોષણને જોતાં ગીગ કામદારોને રાજ્ય સુરક્ષાની જરૂર છે,શ્રમ મંત્રાલયે યોજનાઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે આ અઠવાડિયે ધારાસભ્યોને જણાવ્યું હતું કે ગીગ કામદારો માટેની કોઈપણ યોજનાને સંઘીય અને રાજ્ય સરકારો તેમજ પ્લેટફોર્મ દ્વારા યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી શકે છે.

ચર્ચાઓનું પ્રત્યક્ષ જ્ઞાન ધરાવતા એક ઉદ્યોગ નિષ્ણાતે જણાવ્યું હતું કે પ્લેટફોર્મ શ્રમ મંત્રાલયના ગીગ કામદારો માટે સામાજિક સુરક્ષા અંગેના પ્રસ્તાવ સાથે સર્વસંમતિથી સંમત થયા હતા અને પારદર્શક રીતે ચલાવવામાં આવતા કલ્યાણ ફંડમાં યોગદાન આપવા તૈયાર હતા.

સરકાર શરૂઆતમાં ગીગ કામદારોને રાજ્ય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ તબીબી અને અકસ્માત વીમો અને ફરિયાદોને ઉકેલવા માટેની એક પદ્ધતિ પ્રદાન કરી શકે છે, એક અધિકારીએ જણાવ્યું.  સૂત્રોએ જણાવ્યું હતું કે આ પગલાં એમ્પ્લોયરો તેમની વાર્ષિક આવકના 1% અને 2% વચ્ચે સુરક્ષા ફંડમાં ફાળો આપે છે, જે કામદારોને ચૂકવવામાં આવતી રકમના 5% સુધી આપે છે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં લીડ મેળવવા માટે ભાજપ સરકારે તમામ પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે ચૂંટણી પહેલા આ ગિગ વર્કરો માટે મોટી જાહેરાતો લોકસભામાં ભાજપને ફાયદો કરાવી શકે તેમ છે. જેથી સરકાર આ મુદ્દે ગંભીર વિચારણા કરી રહી છે.

ગિગ કામદારોની સંખ્યા હાલ એકથી દોઢ કરોડ, 2030 સુધીમાં બમણી થઈ જવાનો અંદાજ

ભારતના ગીગ અર્થતંત્રના કદ માટે કોઈ સત્તાવાર આંકડા નથી, જોકે ખાનગી અંદાજો મુજબ આ ક્ષેત્ર એકથી દોઢ કરોડ લોકો રોજગારી આપે છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપે 2021માં આગાહી કરી હતી કે આ ક્ષેત્ર 9 કરોડ નોકરીઓ અને 250 બિલિયન ડોલરથી વધુ વાર્ષિક ટ્રાન્ઝેક્શન વોલ્યુમ બનાવવાની ક્ષમતા ધરાવે છે.2030 સુધીમાં, સરકારી થિંક ટેન્ક નીતિ આયોગના અંદાજ મુજબ, ગીગ અર્થતંત્ર 2.35 કરોડ મિલિયનથી વધુને રોજગારી આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.