Abtak Media Google News

સરકારની ‘નટ ચાલ’

આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં કટોતી કરાવશે?

ભારતના અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટેના રોડ મેપ પર અર્થતંત્ર ગતિશીલ છે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રુડ બજાર પર નિયંત્રણના અભાવે ભારત જેવા વિશાળ અર્થતંત્ર ધરાવતા દેશ માટે પેટ્રોલ-ડિઝલના ભાવો સમતુલન રાખવાનો એક મોટો પડકાર હોય તે સ્વાભાવિક છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારના ભાવ પર નિયંત્રણ ન હોવાથી આંતરરાષ્ટ્રીય બજાર સાથે તાલમેલ મેળવવા સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવને જીએસટીના દાયરામાં લાવવાની દિશામાં વિચારાધીન બની છે.

કોરોના મહામારીના પગલે પ્રવર્તેલી લાંબા સમય સુધીના લોકડાઉન અને મંદીમાં અર્થતંત્રને ધબકતુ રાખવા માટે સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં તાલમેલ મેળવવા માટે નટ ચાલ જેવી પરિસ્થિતિ ઉભી થઈ જવા પામી છે. આંતરરાષ્ટ્રીય ભાવની વધઘટ અને આર્થિક મંદીના દોરમાં કેન્દ્ર સરકારની કર વ્યવસ્થા પ્રત્યેક્ષના બદલે પરોક્ષ પર આધારિત બની ગઈ છે. હવે કોરોનાની પરિસ્થિતિ થાળે પડે અને ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેકસમાં સરકારની આવક વધે તે સરકારના આર્થિક સંતુલન માટે જરૂરી બની ગઈ છે. ત્યારે ક્રુડના ભાવની સાથે તાલમેલ મેળવવા સરકાર પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લેવાની વિચારણા કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારની વધઘટની પરિસ્થિતિ ભારતના નિયંત્રણમાં ન હોવાથી ભાવ વધારાને સરભર કરવા માટે પ્રત્યેક્ષ અને પરોક્ષ કર ઉપર આધાર આવશ્યક બની રહ્યું છે. નાણામંત્રીએ એવો નિર્દેશ આપ્યો છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે અને છુટક વેંચાણ કિંમતને કાબુમાં લાવવામાં આવશે. અત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં 60 ટકા જેટલું કર ભારણ છે જેનાથી ભાવ 91.17 રૂપિયા લીટર સુધી પહોંચ્યો છે.

2021ના અંદાજપત્રની ચર્ચામાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલના ભાવને જીએસટીના દાયરામાં લેવાની દેશના ઘણા રાજ્યોએ ઈચ્છા વ્યકત કરી છે. કેન્દ્રીય નાણામંત્રીના દરજ્જે નિર્મલા સીતારમન જીએસટી કાઉન્સીલના અધ્યક્ષ પણ છે ત્યારે અગાઉ પેટ્રોલ-ડિઝલ અને એલપીજી કે જે સામાન્ય જનના સીધા વ્યવહારૂ જીવન આવશ્યક ચીજોમાં સમાવેશ થતો હોય તેને સતતપણે વધતા ભાવમાંથી મુક્તિ આપવી આવશ્યક છે. બીજી તરફ સરકાર માટે પેટ્રોલ-ડિઝલના કર સૌથી સરળ ઈઝી બની રહ્યું હોય આથી પેટ્રોલ-ડિઝલના ભાવના વધઘટના નિર્ણયની અર્થતંત્ર પર સીધે સીધી અસર પડે તેમ હોવાથી અતિ સંવેદનશીલ એવા પેટ્રોલ-ડિઝલના ભાવને લઈ સરકારે નટની ચાલ ચાલવી આવશ્યક બની છે.

આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં ભાવોની સતત વધઘટને લઈને દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવોનું સંતુલન અઘરૂ બની રહ્યું છે. કોરોના કાળમાં જ્યારે ક્રુડતેલનો વપરાશ ઘટ્યો ત્યારે તળીયે પહોંચી ગયેલા ભાવનો લાભ લઈને દેશને રાજકોષીય ખાદ્યને સરભર કરવા સરકારે પેટ્રોલ-ડિઝલના કરમાં સતતપણે વધારો કરીને દેશને આર્થિક મંદી અને વૈશ્ર્વિક મહામારીની રાજકોષીય ખાદ્યથી બચાવી લીધું હતું. સરકાર હવે ક્રુડના ભાવ સાથે તાલમેલ મેળવવા પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવા વિચારાધીન છે. જેનાથી બેકાબુ બનેલા ભાવો નિયંત્રણમાં આવશે અને સમગ્ર દેશમાં ભાવોની એકરૂપતા આવશે. સરકાર માટે ક્રુડના ભાવ સાથે તાલમેલ મેળવવા એકસાઈઝની સાથે સાથે જીએસટીના દાયરામાં પેટ્રોલ-ડિઝલના ભાવોને લાવવાની તક ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.

ભારતના વિશાળ અર્થતંત્રને ધબકતું રાખવા અને આંતરમાળખાકીય સુવિધાઓ જાળવી રાખવા જરૂરી એવી કર વ્યવસ્થામાં ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેકસ વ્યવસ્થામાં સમય અને સંજોગો અનુસાર ફેરફાર કરીને અર્થતંત્રને સંતુલીત રાખવા સરકારે હવે પેટ્રોલ-ડિઝલના ભાવોને જીએસટીના દાયરામાં લેવાનું નક્કી કર્યું છે.

સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવોને વધતા અટકાવવા માટેની અસરકારક કવાયત હાથ ધરી છે. આગામી એક પખવાડિયામાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો આવે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. ક્રુડ ઓઈલના ભાવોમાં 5 ટકા જેટલા ઘટાડાનો લાભ છેવાડાના ગ્રાહકોને મળે તેવું દેખાઈ રહ્યું છે. પેટ્રોલમાં 4 અને ડિઝલના ભાવમાં લીટરે રૂા.2નો ઘટાડો થાય તેવો નિર્દેશ મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના પેટ્રોલ-ડિઝલના કરની ટકાવારી 48 ટકા હતી. જેનાથી રૂા.196.342 કરોડની આવક થઈ હતી. કોરોના મહામારી દરમિયાન 132.899 કરોડની આવક કરતા આ આવક ખુબજ ઉંચી થવા પામી છે. પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લેવાની કવાયતને પગલે ભાવમાં એકસમાન એક સુત્રતા આવશે અને રાજ્ય અને કેન્દ્ર સરકારની આવકમાં પણ સંતુલન જળવાશે.

ડાયરેકટ ટેકસમાં ઈન્કમ ટેકસ, ટ્રાન્સફર ટેકસ, એનટાઈટલમેન્ટ ટેકસ, પ્રોપર્ટી ટેકસ અને કેપીટલ ગેઈન ટેકસ જેવા ટેકસની આવકની સામે સરકાર દ્વારા ઈનડાયરેકટ ટેકસ વ્યવસ્થામાં સેલ્સ ટેકસ, એકસાઈઝ ટેકસ, કસ્ટમ ટેકસ અને ગેસ ટેકસના માધ્યમથી મેળવવામાં આવતા કર વ્યવસ્થામાં હવે પેટ્રોલ-ડિઝલના ભાવોને જીએસટીના દાયરામાં લેવા સરકારે કવાયત હાથ ધરી છે.

માળખાગત સવલતો જાળવવા સરકારે ફક્ત છ વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાં 307 ટકા ટેકસ વધાર્યો

ગોળ નાખો એટલો કંસાર ગળ્યો થાય… સુવિધા સવલતો મેળવવા માટે નાગરિકોએ ટેકસ ભરવાની તૈયારી રાખવી પડે. કેન્દ્ર સરકારે અર્થતંત્રને ધબકતું રાખવા અને  માળખાગત સુવિધાઓ જાળવી રાખવા માટે છેલ્લા છ વર્ષ દરમિયાન 307 ટકા જેટલો કર નાખીને 2.94 લાખ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં સતત ઘટાડો થતો હતો ત્યારે પણ કેન્દ્રીય એકસાઈઝ ડ્યુટીમાં 5.4 થી 12.2 સુધીનો વધારો કરીને સરકારે રાજકોષીય ખાદ્ય સરભર કરવા માટે નટની ચાલ જેવી નીતિ અપનાવી હતી અને 2014-15થી 2019-20 દરમિયાન 126 ટકા જેટલો ટેકસમાં વધારો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા સંસદમાં આપેલા આંકડા મુજબ એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરી છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ ડિઝલના ભાવોમાં 307.3 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. સરકાર માટે વધતો જતો ફૂગાવો અને રાજકોશીય ખાદ્ય અટકાવવાની સાથે આંતર માળખાકીય સુવિધા માટે જરૂરી ભંડોળના સૌથી સરળ સ્ત્રોત તરીકે પેટ્રોલ-ડિઝલના ભાવ ગણવામાં આવે છે. હવે સરકાર પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લઈ ભાવ નિયંત્રણમાં લાવવા વિચારણા કરી રહી છે.

આગામી જીએસટી કાઉન્સીલમાં પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લેવા માટે ચર્ચાનો નાણામંત્રીનો નિર્દેશ

નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે નિર્દેશ આપીને એક સારા માહોલનો સંકેત આપી પેટ્રોલ-ડિઝલના ભાવ નિયંત્રણમાં લેવા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવોને જીએસટીના દાયરામાં લેવાની કવાયત હાથ ધરવામાં આવશે. જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવોને જીએસટીના દાયરામાં લેવાની ચર્ચા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.