Abtak Media Google News

પ્રવાસન ક્ષેત્રે સરકાર રોજગારીની વિપુલ તકો ઊભી કરશે !!!

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે ટુરિઝમ ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે રિયલ ટાઇમ ડેટા મેન્ટેન કરવામાં આવે તે માટે આતિથિયમ એપ્લિકેશન લોન્ચ કરી છે. પ્રવાસીઓ ના રિયલ ટાઈમ ડેટા એકત્રિત કરશે એટલું જ નહીં જે તે પ્રવાસી કેટલો સમય કઈ જગ્યા ઉપર રોકાયા તે અંગેના આંકડાઓ પણ જોવા મળશે. પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા તથા સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું ડેશબોર્ડ લોન્ચ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગાંધીનગરથી પ્રવાસન મંત્રી મુળૂ બેરાએ ‘આતિથ્યમ’ ડેશબોર્ડ લોન્ચ કર્યું હતું.

આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી એકત્ર કરવામાં આવશે. એટલું જ નહીં, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિક્સાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે.

ગુજરાતના જીએસડીપી પ્રવાસન ક્ષેત્રના યોગદાન વિશે ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થશે. પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા તથા સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું ડેશબોર્ડ લોન્ચ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગાંધીનગરથી પ્રવાસન મંત્રી મુળૂ બેરાએ ‘આતિથ્યમ’ ડેશબોર્ડ લોન્ચ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુળૂ બેરાએ જણાવ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે. આજથી 20 વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નક્શામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું. ત્યારે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે એક આગવી છાપ ઉભી કરી છે. પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળે તે માટે  ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 2077 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષના પ્રવાસન બજેટમાં 346 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

કેવું હશે આતિથ્યમ ડેશબોર્ડ?

‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી એકત્ર કરવામાં આવશે. એટલું જ નહીં, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિક્સાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. આ ડેશબોર્ડમાં 24 આધ્યાત્મિક સ્થળો 45 એવા સ્થળો કે જ્યાં લોકો મોજ મજા અને આનંદ માણી શકે 18 એવા સ્થળો કે જે હેરિટેજ ટુરીઝમ તરીકે વિકસિત થયા છે અને 22 એવા સ્થળો કે જે બિઝનેસ ટુરિઝમ તરીકે વિકસિત થયા છે તે અંગેની માહિતી પણ આ ડેસબોર્ડમાં આપવામાં આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.