Abtak Media Google News

અમરેલી સાવરકુંડલા રોડ પર આજ રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વીજપડી તાલુકાના છાપરી ગામનો પરિવાર પિકઅપ વાહનમાં બાબરા ગામે સગાઈમાં જતો હતો. તે દરમિયાન સાવરકુંડલા પાસે વાહનનું ટાયર ફાટતાં પિકઅપ વાહન પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

Untitled 1 11

આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત સવારે ૧૦વાગ્યે સર્જાયો હતો. જેમાં ૧૫ ઘાયલ અને અમુક ગંભીર ઈજાગ્રસ્ત છે.

Screenshot 3

મહિન્દ્રા પિકઅપ વાહન નુ ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે લઈ જવાયા હતા. આ અકસ્માતની જાણ થતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરની લોકોની વહારે આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં અમરેલી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.