Abtak Media Google News

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વાહનોની ઓવર સ્પીડના કારણે ઘણી વખત ગોઝારો અકસ્માત થતાં હોય છે. ત્યારે આજ રોજ અરવલ્લીમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની છે.

Screenshot 3 18

મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી.

આ અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોતની શક્યતા છે. જેમાં અત્યાર સુધી એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરાયો છે. બંને તરફ 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.