Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગર ની ભાગોળે દરેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે વૃદ્ધ મહિલાને કચડી નાખતાં તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, અને બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર-લાલપુર બાયપાસ રોડ પરની છે જ્યાં દરેડ ગૌશાળા નજીક આજે વહેલી સવારે પુરપાટ વેગે આવી રહેલા જીજે -૧૨ બી.વી. ૯૭૫૭ નંબરના ટ્રક કન્ટેનર ના ચાલકે રાકુબેન હદાભાઈ ટોયટા નામના ૭૦ વર્ષના રાહદારી વૃદ્ધ મહિલાને હડફેટમાં લઈ કચડી નાખતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું, અને ભારે બીહામણાં દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતના બનાવ પછી વાહન ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને ભાગી છૂટ્યો હતો, અને દરેડ હાઈવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થવાથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.