Abtak Media Google News

મિલન કુમારજી મહોદય આત્મદ્રવ્ય ગોકુલનાથજી અને કલ્યાણરાયજી મહોદયની શુભ યજ્ઞો પવિત્ર સંસ્કાર પ્રસ્તાવ સહિતના અનુષ્ઠાન

ઉપલેટામાં પહેલી વખત વૈષ્ણવ સમાજ માટે મંગલ વઘાઇના સમાચાર મળી રહ્યા છે. આગામી તા.21 થી 24 સુધી ભવ્ય છપ્પનભોગ મહોત્સવ એવમ શુભ યજ્ઞોપવિત્ર સંસ્કાર પ્રસ્તાવનું વલ્લભાચાર્યજી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા પુષ્ટી પ્રભુના સુખાર્થ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

શહેરના આંગણે સૌ પ્રથમવાર પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સમાજ માટે મંગલ વઘાઇના મહા મહોત્સવ વલ્લભાચાર્યજી જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પુષ્ટી પ્રભુના સુખાર્થ આગામી તા.21 થી 24 ફેબ્રુઆરી સુધી ચાર દિવસ ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ શુભ યજ્ઞો પવિત્ર સંસ્કાર પ્રસ્તાવનું આયોજન શહેરના મધ્યમમાં બાપુના બાવલા ચોક વિવિધલક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડમાં શ્રી ગોકુલેશ ધામમાં આયોજન થઇ રહ્યું છે.  108 દ્વારકેશ લાલજી મહારાજ શ્રી (મથુરા-પોરબંદર)ના આશીર્વાદથી અને રસીકરાયજી મહારાજ (મથુરા-ઉપલેટા-રાજકોટ)ના પ્રપૌત્ર ચંદ્રગોપાલજી મહોદયના પૌત્ર દ્રવ્ય અને પૂ.પા.ગો.મિલન કુમારજીના આત્મજ દ્રવ્ય એવમ કલ્યાણરાયજી મહોદય (વિઠલેરાય)નો શુભ યજ્ઞો પવિત્ર (જનોઇ) પ્રસ્તાવ ઉપલેટા ગામમાં તા.21 થી 24 સુધી ભગવત કૃપાથી નિશ્ર્ચિત કરેલ છે.

જેમાં તા.22ને બુધવારના રોજ શ્રી દ્વારકેશ નિકેતન હવેલીમાં માથે બિરાજતા ગુસાંઇજીના નિધિ સ્વરૂપ બાલકૃષ્ણ લાલજીનો ભવ્ય છપ્પનભોગ મનોરથ અને તા.23ને ગુરૂવારે બંને ચિ.બાળકોની ભવ્ય બિનેકી (વરઘોડો) શોભાયાત્રા શ્રી દ્વારકેશ નિકેતન હવેલીથી પ્રસ્તાવ સ્થળ સુધી પહોંચશે. હોરિખેલ રસીયા ગાન, ફૂલ, ફાગ, સંગીત સંધ્યા વિગેરે અલૌકીક અવસરનો લાભ પ્રાપ્ત થશે તો આ અલૌકીક અવસરનો લાભ લેવા સર્વ વૈષ્ણવોને વલ્લભાચાર્યજી જન કલ્યાણ ટ્રસ્ટ શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિ ઉ5લેટા દ્વારા હાર્દિક નિમંત્રણ અપાયું છે. આ મહોત્સવનું ભૂમીપુજન બે દિવસ પહેલા મિલન મહોદયજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.