Abtak Media Google News

તા.12 થી 18 ફેબ્રુઆરી, 2023 દરમિયાન સમગ્ર ગુજરાતમાં ‘શિવ અવતરણ મહોત્સવ’ ઉજવાશે

માનવતાની સેવા પ્રતિ સમર્પિત તેમજ સમસ્ત વિશ્વના મનુષ્ય માત્રના નૈતિક , સામાજિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે કાર્યરત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ’ અખિલ ગુજરાત શિવજયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે .

સ્વયં પરમપિતા પરમાત્મા શિવનું ભારતની પાવન ભૂમિ પર 1937 માં પ્રજાપિતા બ્રહ્માના તનમાં થયેલ દિવ્ય અવતરણની યાદગારનું પર્વ એ આગામી મહાશિવરાત્રી- 87 મી ત્રિમૂર્તિ શિવજયંતી છે . તેના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ’ શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત’ના વિષય સાથે સમગ્ર ગુજરાતમાં 12 થી 18 ફેબ્રુ .2023 દરમ્યાન ‘ શિવજયંતી મહોત્સવ ’ મનાવવામાં આવશે . જેનો ગુજરાતમાં આવેલ બ્રહ્માકુમારીઝના તમામ સેવાકેન્દ્રો દ્વારા 12 ફેબ્રુ .2023 રવિવારે એક સાથે ભવ્ય ‘ લોન્ચીંગ કાર્યક્રમ કરવામાં આવશે.

શિવજયંતી મહોત્સવના ઉપરોક્ત તમામ શહેરોના લોન્ચિંગ પ્રોગ્રામના આકર્ષણોમાં સુંદર ઝાંખીઓ સાથે શહેરમાં વિશાળ શોભાયાત્રા, સંત સંમેલન , સર્વધર્મ સંમેલન પ્રવચન , શિવ સંગીત સંધ્યા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે.

શુભારંભ કાર્યક્રમ બાદ , શિવજયંતી સપ્તાહમાં ગુજરાતના સર્વ નગરો / શહેરોના અનેક વિસ્તારોમાં તથા ગામોમાં પ્રભાત ફેરીઓ , હજારો સ્થળે શિવ ધ્વજારોહણ , આધ્યાત્મિક પ્રદર્શનો અને પ્રવચનોના સેંકડો કાર્યક્રમો યોજાશે. પરમાત્માના દિવ્ય અવતરણનો સંદેશ જનજનને પહોંચાડવા તથા વર્તમાન કળિયુગ બાદ ભારત ભૂમિમાં સ્વર્ણિમ દુનિયાના થઈ રહેલ આગમનની ખુશખબર આપવા અને પરમાત્માના વર્તમાન સમયે ચાલી રહેલ દિવ્ય કર્તવ્યમાં સામિલ થવાનું નિમંત્રણ આપવાનું આ મહોત્સવનું લક્ષ અને ઉદેશ્ય છે.

લાખો પેમ્ફલેટ દ્વારા ગલી- ગલીમાં પરમપિતા શિવ પરમાત્માનો દિવ્ય સંદેશ આપવામાં આવશે . ગુજરાતના તમામ નગરો , શહેરો અને ગામોમાં સેંકડો શિવ બેનર્સ કે બોર્ડ દ્વારા સંદેશ તથા શહેરોમાં મોટા હોલ્ડિંગ દ્વારા પ્રભુ સંદેશ આપવામાં આવશે . ગુજરાતના 500 જેટલાં નગરો / શહેરો તથા 5000 થી વધુ ગામોમાં આ મહોત્સવ ઉજવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.