Abtak Media Google News

રાજયપાલ આચાર્ય દેવવ્રત,  મંત્રી મંડળના સભ્યો, સાંસદ અને ધારાસભ્યોનો જામનગરમાં જમાવડો

રૂ.352 કરોડના 553 વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમૂહૂર્ત: સાંજે પરેડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

વિકાસ માટે રોલ મોડલ બની  ગયેલુ ગુજરાત  આજે  63મો સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યું છે. રાજયકક્ષાની ઉજવણી જામનગરમાં કરવામાં આવી રહી છે.

રાજયભરમાં ભારે રોનક જોવા મળીરહી છે. ઠેર ઠેર વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે  પુત્ર  અનુજ પટેલને  બ્રેઈન સ્ટોક આવ્યો હોવાના કારણે આજે   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે  સ્થાપના દિનની રાજય કક્ષાની ઉજવણીમાં  સામેલ થઈ શકયા ન  હતા.અને  રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઉપરાંત મંત્રી મંડળના સભ્યો, સાંસદ અને ધારાસભ્યોનો જામનગરમાં જમાવડો જોવા મળી રહ્યો છે.

ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી   ના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને   સવારે 10:30 કલાકે  સત્યસાઈ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે  રૂ.352 કરોડના કુલ 553 વિકાસકાર્યો જેમાં 442 કામોનું ઇ-લોકાર્પણ, 123 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને 8 કામોનું ઇ-ભૂમિપૂજન કરાયું હતુ.  ત્યારબાદ 11:30 કલાકે શ્રી સત્યસાઈ વિદ્યાલય ગ્રાઉન્ડમાં આયોજિત શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતુ. 11:45 કલાકે જિલ્લા પંચાયત ચોકમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

સાંજે 5:25 કલાકે રાજ્યપાલ     જિલ્લા પંચાયતની સામે આયોજિત પોલીસ પરેડમાં ઉપસ્થિત રહેશે.પોલીસ દરેડમાં પોલીસ જવાનોની 21 પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે. અશ્ર્વશો, મોટર સાયકલ સ્ટંટ શો જેવા અવનવા શોનું પણ આયોજન કરવામાં આવ્યું  ત્યારબાદ સાંજે 7:00 કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. આ સમગ્ર કાર્યક્રમમાં કેબીનેટમંત્રી ઓ, સાંસદ ઓ, મહાનુભાવો, મુખ્ય સચિવ રાજકુમાર ધારાસભ્યો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી ગુજરાતના ગૌરવમય દિવસની ઉજવણીમાં સહભાગી  થયા  હતા.

ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગ રૂપે  જામનગર ખાતે  છેલ્લા ત્રણ  દિવસથી  અધતન અને પુરાતન શસ્ત્રોનું  પણ પ્રદર્શન ચાલી રહ્યું છે.જેમાં લોકો ઉમટી રહ્યા છે.

મુખ્યમંત્રી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં સામેલ ન થઇ શકયા

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ તેમના સુપુત્ર અનુજ પટેલની નાદુરસ્ત તબિયતના કારણોસર જામનગર ખાતે  આજે થયેલી  ગુજરાત  ગૌરવ દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શક્યાં ન હતા.

ગુજરાત ગૌરવ દિવસના  જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્યા દેવવ્રત સાથે રાજ્યના આરોગ્ય મંત્રી  ઋષિકેશ ભાઇ પટેલ સહભાગી થયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.