Abtak Media Google News

વડાપ્રધાનના રોડ-શોને ઐતિહાસિક બનાવવા બદલ શહેર ભાજપ અભિવાદન સમારોહ યોજાયો: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કાર્યકર્તાઓની પીઠ થાબડીને પાઠવ્યા અભિનંદન

રાજકોટ ખાતેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રોડ-શોમાં ચાર ચાંદ લાગી જાય તેવી સફળતાના ફલશ્રુતિ‚પે ભાજપ, રાજકોટ મહાનગર દ્વારા કાર્યકર્તાઓનો અભિવાદન સમારોહ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉ૫સ્થિતિમાં તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. અભિવાદન સમારોહમાં ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, જુનાગઢ જીલ્લાના પ્રભારી નીતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ મહીલા અગ્રણી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મહામંત્રી નેહલ શુકલ, શહેરના મેયર ડો. જૈમન ઉપાઘ્યાય, પૂર્વ મેયર જનકભાઇ કોટક, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ સહીતના અગ્રણીઓની પ્રેરક ઉ૫સ્થિતિ રહી હતી.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગત તા.૨૯ જુનના રાજકોટના રોડ-શો કાર્યકર્તાઓના પરિશ્રમના પરિણામ થકી ઐતિહાસિક બન્યા છે. રાજકોટ શહેર સંગઠને સફળ કાર્યક્રમો માટે એક ઇતિહાસ બનાવેલ છે. તે માટે કાર્યકર્તાઓ અને સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે ટીમવર્કથી કેટલું અદ્દભુત કામ થઇ શકે છે તેનું ઉદાહરણ રોડ શોની ભવ્યાતિભવ્ય સફળતા છે.

કયારેક આપણી તાકાત એટલી હોય તેનો અંદાજ હોતો નથી. વડાપ્રધાનના રાજકોટના રોડ-શોના ૨૦ દિવસ પૂર્વે સૌ કાર્યકર્તાઓએ ખુબ ઉત્સાહ, ઉમંગ અને આત્માવિશ્ર્વાસ થી સુંદર કાર્યકર્તાઓએ ઘેર ઘેર પત્રિકા તથા સ્ટીકર વિતરણ શહેરના ચોક રસ્તાઓમાં રોશની શણગાર, બહેનોની સાઇકલ રેલી,યુવા મોરચા દ્વારા ૨૫૦૦૦ બાઇકની રેલી યોજી હતી. જયરે મહિલા મોરચા દ્વારા આજી ડેમ ખાતે નર્મદા નીરની આરતીના કાર્યક્રમમાં ૧૫૦૦૦ જેટલા બહેનોએ ભાગ લીધો હતો.આ આપણસ સફળતા દેખાય છે.

વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનજી વરસતા વરસાદમાં લોકોનું અભિવાદન ઝીલતા એરપોર્ટથી બહાર નીકળ્યા હતા. દિવ્યાંગ ભાઇ-બહેનોને સહાય વિતરણના કાર્યક્રમ બાદ આજી ડેમના કાર્યક્રમમાં જવા નીકળ્યા. ત્યારે કોઠારીયા પાસે મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ રોડ-શોની બંને બાજુએ ઉભા રહીને કરીને વડાપ્રધાનનું સ્વાગત કયુૃ હતું. આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ અભૂતપૂર્વ હતો. વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમોની આખા ગુજરાતમાં જબ્બર ચર્ચા થઇ છે. આ બધો પરિશ્રમ કાર્યકર્તાઓએ કરેલ છે. દુનિયામાં સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે અને તેના ૧૩ કરોડ જેટલા સભ્યો છે. કેન્દ્રમાં તથા ૧પ જેટલા રાજયોમાં ભાજપની સરકાર છે. કોંગ્રેસની પાંચ રાજયોમાં સરકાર છે અને આગામી હિમાચલ તથા કર્ણાટક રાજયની ચુંટણી પછી કોંગ્રેસ પાસે ફકત ૩ રાજયો બચશે.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ ઉ૫સ્થિત તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરીને રાજકોટ ખાતેના રોડ-શોનું ભવ્યાતિભવ્ય સફળતા અપાવવા બદલ આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે રાજકોટના પ્રત્યેક કાર્યકર્તા ઉદ્યમી, શિસ્તબઘ્ધ, સુસંસ્કૃત અને પાર્ટીની વિચારધારાને દશે દિશામાં પ્રસરાવવા વાળા છે ત્યારે રાજકોટ ખાતેના રોડ-શોને અભૂતપૂર્વ સફળતા મળે તે અપેક્ષિત છે. શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જાણે કે પોતાના ઘેર કોઇ મોટો ઉત્સવ હોય તેવી રીતે એક મહિનાથી પણ વધુ સમય માટે પ્રધાનમંત્રીના રોડ-શોને સફળતા માટે જહેમત ઉઠાવતા રહ્યા. રાત-દિવસ તેઓએ સખત પરિશ્રમ કરીને તેની પરાકાષ્ઠા સર્જી દીધી અને એક ઉદાહરણ પૂરુ પાડયું કે શહેર ભાજપ ના કાર્યકર્તાઓ અશકય ને શકય બનાવવાની તાકાત ધરાવે છે. ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે આ વખતે વડાપ્રધાનના સૌપ્રથમ ગુજરાતમાં સૌથી વધુ ચાર કાર્યક્રમો રાજકોટમાં હતા.

સુરત કરતા ચાર ગણો સફળ કાર્યક્રમ રાજકોટે આપેલ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું હતું. રાજકોટની કાર્યકર્તાઓની ટીમ કોઇપણ કાર્યક્રમ સુપેરે ઉપાડી ને સફળતાપૂર્વક પુર્ણ કરે છે. કાર્યક્રમમાં વોર્ડ નં.૧૦ ના પ્રભારી માવધ દવેએ વંદે માતરમનું ગાન કરાવ્યું હતું તેમજ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડે સંચાલન અને અંતમાં આધારાવિધી જીતુભાઇ કોઠારીએ સંભાળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાપજ કોષાઘ્યક્ષ અનીલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી, પ્રવિણભાઇ ડોડીયા, રામભાઇ પટેલ, રાજુ કુંડલીયા, રમેશભાઇ જોટાંગીયા, પંકજભાઇ ભાડેશીયા, જયંત ઠાકર, પી.નલારીયન પંડીત, કૃણાલ પરમાર, હરીશ ફીચડીયા, સમીર પરમાર તેમજ રાજન ઠકકરએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.