Abtak Media Google News

ભૂગર્ભ ગટર અને રસ્તાના કાટમાળનો ખડકાયો ગંજ

ધોરાજી માં આવેલ જનતા બાગ બિસ્માર હાલતમાં હોય લાખો રૂપિયા નો ખર્ચ કર્યા બાદ પણ પરીસ્થિતિ એની એજ વિકાસ માટે જંખી રહયો છે જનતા બાગ.ધોરાજી નગરપાલિકા સંચાલિત જનતા બાગ બિસ્માર હાલતમાં છેલ્લા ઘણા વર્ષો થી જનતા બાગ વિકાસ માટે જંખી રહયો છે વિકાસ નગરપાલિકા નું શાસન હતું ત્યારે લાખો રૂપિયા નો ખર્ચ કર્યા બાદ પણ પરીસ્થિતિ એ ની એજ પાંચ  વર્ષ પહેલા ધોરાજી માં ભૂગર્ભ ગટર અને રોડ રસ્તા ની કામગીરી કરવામાં આવી હતી ત્યારે જે કાંઈ કાટમાળ થયો હતો તે કાટમાળ ધોરાજી નાં જનતા બાગ માં ખડકવામાં આવેલ અને ત્યાર બાદ થી આજસુધી કોઈ પણ જનતા બાગ નો વિકાસ થયો નથીં.

ધોરાજી નાં તમામ ધર્મ અને જાતી જ્ઞાતિ ઓ નાં તહેવારો ઉજવવા માટે ધોરાજી ખાતે એક જ જનતા બાગ છે એ પણ બિસ્માર હાલતમાં ધોરાજી થી ૧૮ કિલો મીટર જેતપુર અને ઉપલેટા ૧૮ કિલોમીટર આવેલ ગામે જનતા બાગ વ્યવસ્થિત રીતે છે ત્યારે ધોરાજી થી ત્રણ કિલોમીટર દૂર જમનાવડ ગામે પણ જનતા બાગ નો વિકાસ થયો છે પણ ધોરાજી માં આવેલ જનતા બાગ બિસ્માર હાલતમાં જોવા મળે છે  નગરપાલિકા માં સતા પરીવર્તન થયાં નું પણ ઘણો સમય વિતી ગયો છે પણ જનતા બાગ નો વિકાસ રૂધાઇ ગયો છે. ત્યારે ધોરાજી નાં નિવૃત આર્મી મેન ગંભીર સિંહ વાળાં એ જનતા બાગ ને લઈને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જનતા બાગ ખરાં અર્થ માં જનતા બાગ બને ધોરાજી જનતા બાગ વિકાસ જલદીથી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.