Abtak Media Google News
  • વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવેલી આ છૂટને સમાપ્ત કરવાનો નિર્ણય કેનેડાની સરકારે લીધો 

ઇન્ટરનેશનલ ન્યૂઝ : અઠવાડિયામાં 28 કલાકથી વધુ કામ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગના દેશો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસ દરમિયાન કામના કલાકોની મર્યાદા નક્કી કરે છે. કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર 24 કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે. આ નિયમ સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર 20 કલાકથી વધુ કામ કરવાની છૂટ હતી.

Advertisement

અઠવાડિયામાં 28 કલાકથી વધુ કામ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગના દેશો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસ દરમિયાન કામના કલાકોની મર્યાદા નક્કી કરે છે. કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરથી  અઠવાડિયામાં ફક્ત 24 કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર 24 કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે. આ નિયમ સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર 20 કલાકથી વધુ કામ કરવાની છૂટ હતી.

ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર દર અઠવાડિયે 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપતી અસ્થાયી નીતિ 30 એપ્રિલના રોજ સમાપ્ત થશે. તેને લંબાવવામાં આવશે નહીં.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર કામ કરી શકે તેટલા કલાકો પ્રતિ સપ્તાહ 24 કલાક કરવાનો છે.”

COVID-19 રોગચાળા દરમિયાન 20-કલાકની મર્યાદા દૂર કરવામાં આવી હતી.

વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીની સરકારે દેશમાં COVID-19 રોગચાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામના કલાકોની 20-કલાકની મર્યાદા અસ્થાયી ધોરણે હટાવી દીધી છે. જોકે, આ છૂટ મંગળવારે સમાપ્ત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી પસંદગીની જગ્યાઓમાંથી એક છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશનના 2022ના રિપોર્ટ અનુસાર, કેનેડામાં 3,19,130 ​​ભારતીય વિદ્યાર્થીઓ હતા. અહીંની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.

મિલરે કહ્યું, “અહીં આવતા તમામ વિદ્યાર્થીઓએ અહીં અભ્યાસ કરવા આવવું જોઈએ. વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 24 કલાક સુધી કામ કરવાની છૂટ આપવાનો અર્થ છે કે તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેમ્પસની બહાર કામ કરવાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામનો અનુભવ મેળવવામાં અને ખર્ચની ભરપાઈ કરવામાં મદદ મળે છે.”

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.