Abtak Media Google News

જીએસટી હેઠળ ચીજ વસ્તુઓની કિંમતો વધવા પર આપવી પડશે જાહેરાત

દેશમાં ઐતિહાસીક કર સુધારાના ભાગ‚પે ગુડસ એન્ડ સર્વીસ ટેકસ જીએસટીનો અમલ શ‚ થઈ ગયો છે. ત્યારે જીએસટી લાગુ થયા બાદ હવે કોમોડીટીઝની સપ્લાય અને તેની કિમંતો પર નજર રાખવા માટે સરકારે એક કમીટી બનાવી છે જીએસટી અંગેના કેટલાક ભ્રમોને દૂર કરતા નાણા સચિવ હસમુખ અઢીયાએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં ૨ લાખ ૨ હજાર લોકોએ જીએસટી અંતર્ગત રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે. તો બીજી તરફ સપ્ટેમ્બર સુધી જૂનો માલ વેચવાની છૂટ અપાતા વેપારીઓમાં હાસકારો જોવા મળ્યો છે.

ફૂહ એન્ડ ક્ધઝયુમરઅફેર્સ મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે, ઉત્પાદનકારો અને વેપારીઓ માટે જીએસટી અંતર્ગત જૂનો પડી રહેલો મલ વેચવા ત્રણ મહિનાનો વધારે સમય અપાયો છે. ૩૦ સપ્ટેમ્બર સુધી વેપારીઓ ઉત્પાદનકારારે જૂનો માલ વેચી શકશે અને જીએસટીના કાયદાઓને અનુસાર વેપાર કરી નિયમો સરળ રીતે અનુસરી શકશે.

આ ઉપરાંત નવી કર પધ્ધી હેઠળ જે ચીજ વસ્તુઓની કિંમતો ધટી છે તેમના પબ્લીકેશન માટે અખબારમાં કિંમતોની જાહેરાતોની જ‚ર વર્તાશે નહી તેમ છતા પણ આ નવા નિયમો મુજબ, કિંમતો વધવા પર બે ન્યુઝપેપરમાં જાહેરાત ફરજીયાત પણણે આપવી પડશે. અને પેકેટ ઉપર રિવાઈને એમઆરપી પણ લખવી પડશે કોઈપણ વસ્તુની એમઆરપીમાં બધા ટેકસનો સમાવેશ થઈ ગયો હશે આથી તેના માટે અલગથી કોઈ પ્રકારના ટેકસની વસુલાત કરી શકાશે નહી.

આમ, ગૂડસ એન્ડ સર્વીસ ટેકસ જીએસટી અંતર્ગત જૂની ચીજ વસ્તુઓ સપ્ટેમ્બર સુધી વેચી શકાશે જે વેપારીઓ માટે રાહત ‚પ સમાચાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.