Abtak Media Google News

અમરનગર ગામે લાડબાઈ માંની દરગાહે ઉર્ષની ઉજવણી

જેતપુર તાલુકા નું નાનું એવું ગામ જે ગામનું નામ અમરનગર આ ગામ ની વસ્તી બે થિ ત્રણ હજાર ની હશે આ ગામ ની અંદર હિન્દૂ મુસ્લિમ એકતા ના દર્શન થાય છે જ્યા લાડબાઈમાંની દરગાહ છે આ દરગાહે દર વર્ષે ઉર્ષ થાય છે અને ત્યાં પહેલી સોળ હિન્દૂ મકવાણા ની ચડે છે અઢીદિવસ સુધી ગામમાં કોઈ કપડા સિલાઈકામ કે ચૂલો પ્રગટાવતા નથી અને કોઈ સારું પ્રસંગોપાત માતાજીને શ્રીફળ વધેરી ને હિન્દૂ-મુસ્લિમ કાર્ય કરે છે અને આશરે ૫ થી ૧૦ હજાર હિન્દૂ મુસ્લિમ પરિવારો મળી આ ઉર્ષ ઉજવે છે કોઈ ને બાળકો ના હોઈ તો માતાજી ની મન્નત રાખે છે.આજના દિવસે તમામ પરિવારો પોતપોતાના ઘરે લાપસી બનાવી ને માતાજી ને ધરવામાં આવે છે.ને આજુબાજુ ના નાનામોટા ગામે થઈ પબ્લિક આવી ને ઉર્ષ આનદ ભેર ઉજવે છેઆ તકે અમરનગર સ્ટેટના રાજવી અજયભાઈ વાળાએ ખાસ હાજરી આપેલ હતી. અને દરગાહમાં ચાદર પેશ કરી હતી.મોટાભાગે તમામ દરગાહે મુસ્લિમ સમાજના મોલાના દ્વારા મઝાર શરીફને સંદલ કરવામાં આવેલ છે પણ અહી વર્ષોથી હિન્દુ સમાજના લોકો દ્વારા સંદલ શરીફ કરવામાં આવે છે.લગ્ન બાદ પ્રથમ પગે લાગવાથી પ્રથામરનગર ગામમાં કોઈ પણ સમાજના વરવધુ લગ્ન કરી ગામમાં પ્રવેશ કરે તે પહેલા લાડબાઈમાંની દરગાહે જઈને પગે લાગી દર્શન કરી ત્યારબાદ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે.પ્રથમ ચાદર ખાંટ જ્ઞાતિની ચડાવાની પરંપરાલાડબાઈમાં દરગાહમાં સંદલ શરીફ થઈ ગયા બાદ પ્રથમ ચાદર ખાંટ જ્ઞાતિની ચડાવવાની વર્ષોની પરંપરા છે ત્યારબાદ અમરનગર સ્ટેટના દરબાર દ્વારા ચાદર ચડાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.