Abtak Media Google News

એટીએસએ હેરોઇન બાદ બ્રાઉન સુગરનો મોટો જથ્થો પકડી પાકિસ્તાનથી થતી ડ્રગ્સની હેરાફેરીનો કર્યો પદાર્ફાશ

રાજયના એન્ટી ટેરીરીસ્ટ સ્કવોડના સ્ટાફે છેલ્લા દોઢેક વર્ષમાં પાકિસ્તાન સરહદે આવેલા કચ્છમાંથી કરોડની કિંમતના હેરોઇન બાદ બ્રાઉન સુગર સાથે બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. કચ્છમાં કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા દરિયાય વિસ્તારમાં સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી કરોડોના હેરોઇન તેમજ બ્રાઉન સુગર પકડતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે. એટીએસની તપાસમાં ડ્રગ્સ પાકિસ્તાનથી ઘુસાડવામાં આવતું હોવાનું અને સ્થાનિક શખ્સોની મદદથી દરિયામાં લેન્ડ કરાયા બાદ સમગ્ર દેશમાં પહોચતું કરવામાં આવતું હોવાનું બહાર આવતા સુરક્ષા એજન્સીના અધિકારી સહિનનો સ્ટાફ ચોંકી ઉઠયો છે.

Advertisement

એટીએસના સ્ટાફે ચોકકસ બાતમીના આધારે રવિવારે રૂ.૧ કરોડની કિંમતના એક કિલો બ્રાઉન સુગર સાથે નાજીરહુસેન અને ઉંમર વાઘેર નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. બંને શખ્સો બાઇક પર બ્રાઉન સુગરનો જથ્થો લઇને જતા હોવાની બાતમીના આધારે ધરપકડ કરી બંનેની વિશેષ પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે.

આ પહેલાં પણ એટીએસના સ્ટાફે દિલ્હી ખાતેથી હેરોઇનનો જથ્થો પકડયો ત્યારે તેની તપાસમાં જખૌના દરિયામાં આવેલી પાકિસ્તાનની બોટ દ્વારા હેરોઇન ઘુસાડવામાં આવ્યાનું બહાર આવતા એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા દરિયાઇ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતા.

કચ્છના સિરક્રીક, હરામીનાળા અને પીંગલેશ્ર્વર ખાતેના પ્રતિબંધીત વિસ્તારમાં દરિયાઇ પેટ્રોલિંગ દરમિયાન કરોડોની કિંમતના હેરોન સાથે કચ્છના સ્થાનિક શખ્સોને ઝડપી કરાયેલી પૂછપરછમાં પાકિસ્તાનથી હેરોઇનનો જથ્થો આવ્યાની કબુલાત આપી હતી. તેમજ પાકિસ્તાનના કેટલાક શકમંદોને પણ એટીએસ સ્ટાફે ધરપકડ કરી તેને દરિયામાં ફેંકી દીધેલા હેરોઇનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.

છેલ્લા દોઢેક વર્ષથી પાકિસ્તાન દ્વારા કચ્છના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડી ભારતની યુવા પેઢીને બરબાદ કરી રહી હોવાનું અને ડ્રગ્સના ધંધામાં કચ્છના કેટલાક જ‚રીયાતમંદ શખ્સોને લલચાવી આર્થિક પ્રલોભન આપી ડ્રગ્સની હેરાફેરી કરાવતા હોવાનું એટીએસની તપાસમાં ઘટ્ટસ્ફોટ થયો હતો.

હેરોઇનના જથ્થાની તપાસ ચાલુ છે તે દરમિયાન માંડવી ખાતેથી નાજીરહુસેન અને ઉંમર વાઘેર નામના શખ્સોને એક કરોડની કિંમતના એક કિલો બ્રાઉન સુગર સાથે ઝડપી લેતા એટીએસનો સ્ટાફ પણ ચોકી ઉઠયો હતો અને બ્રાઉન સુગરનો કાળો કારોબાર ચલાવતા શખ્સો સુધી પહોચવા બંને શખ્સોની અટકાયત કરી વિશેષ તપાસ અર્થે અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે. બંનેની પ્રાથમિક પૂછપરછમાં બ્રાઉન સુગરનો જથ્થો પણ પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે આવ્યાનું બહાર આવ્યું છે. ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા વધુ શખ્સોની ટૂંક સમયમાં જ એટીએસ દ્વારા વધુ કકરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.